Modi Governement, Cabinat, Nirmala SithaCabinet Approves 25,000 Cr Special Fund For Housing Sector Beg Relief For Real Estate Sectorraman, Home, Housing Sector, Real Estate Sector, 25,000 Cr, Sandesh.Com
  • Home
  • Business
  • ઘરનું ઘર ખરીદનારાઓ માટે મોદી સરકારે લીધો અત્યંત મહત્વનો નિર્ણય, કરી મોટી જાહેરાત

ઘરનું ઘર ખરીદનારાઓ માટે મોદી સરકારે લીધો અત્યંત મહત્વનો નિર્ણય, કરી મોટી જાહેરાત

 | 9:58 pm IST

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે હવે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હ્તું કે, દેશભરમાં અટકી પડેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે સરકાર તરફથી 25 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, આ ફંડનો ઉપયોગ અટકી પડેલા પ્રોજેક્ટ્સ પુરા કરવા માટે કરવામાં આવે. જેથી કરીને જે લોકોએ પોતાના ઘર નોંધાવ્યા છે તેમને પોતાના ઘર મળી જાય. આ ફંડ અંતર્ગત શરૂઆતમાં 10,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે.

વડાપ્રધાનની આગેવાની હેઠળની બેઠક બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર કરોડ રૂપિયાનુ નક્કી કરવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સસ્તી અને સરળ શરતો પર ફન્ડ આપવામાં આવશે. તેમાં અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. તેમણે કહ્યું કે જે પ્રોજેક્ટ NPA થઇ ગયા છે અથવા તો NCLTમાં છે તેમને પણ તેનો ફાયદો મળશે. નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક આ સેક્ટરની મુશ્કેલીઓનું સમાધાન શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આ મકાનોના નિર્માણને પૂર્ણ કરવા માટે સરકાર એક વિશેષ વિન્ડો સ્થાપિત કરશે. આ કામમાં સરકાર પોતાના તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમાં 15 હજાર કરોડ રૂપિયા સ્ટેટ બેન્ક અને ભારતીય જીવન વીમા નિગમ પાસેથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સીતારમણે કહ્યું- આ રીતે 25 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક વૈકલ્પિક રોકાણ ફન્જ બનાવવામાં આવશે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરૂ, અમદાવાદ જેવા ઘણા શહેરોમાં હાઉસિંગ પ્રોજેક્ટ અધૂરા પડ્યા છે. તેમણે કહ્યું કે જે મકાન અધૂરા છે તેમની માર્કેટમાં કિંમત બે કરોડ રૂપિયા સુધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન