મોદી સરકારે 'જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન'ના સૂત્રને સાચું કર્યું, ISROને કરી મોટી મદદ - Sandesh
  • Home
  • Featured
  • મોદી સરકારે ‘જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન’ના સૂત્રને સાચું કર્યું, ISROને કરી મોટી મદદ

મોદી સરકારે ‘જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન’ના સૂત્રને સાચું કર્યું, ISROને કરી મોટી મદદ

 | 9:00 am IST

હજી ગઈકાલે જ ખેડૂતો માટે મોટી જાહેરાત કર્યા બાદ હવે મોદી સરકારે વિજ્ઞાન ક્ષેત્રે મોટી સહયતા પ્રદાન કરી છે. ભારતીય સ્પેસ પ્રોગ્રામને નવી તાકાત આપવા માટે કેન્દ્રીય કેબિનેટે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે રૂ.10,911 કરોડના બજેટ પર મંજૂરી આપી દીધી છે. આ રકમનો ઉપયોગ આગામી ચાર વર્ષમાં 30 PSLV અને 10 રોકેટ્સ લોન્ચ કાર્યક્રમ પર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ISROના સૌથી શક્તિશાળી રોકેટ GSLV Mk III ના 10 લોન્ચ માટે રૂ. 4338 કરોડ કેબિનેટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે. આ એક મહત્વનું પગલું છે કારણ કે તેના દ્વારા હવે ભારતે વિદેશી સ્પેસપોટ્સ પર આધાર રાખવો પડશે નહીં.

તેમણે સાથે જ કહ્યું કે, GSLV Mk III પ્રોગ્રોમ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોગ્રોમ Make in Indiaના હેઠળ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રોમમાં મદદ કરવાના કારણે ISROને ન માત્ર નાના વિદેશી રોકેટને લોન્ચ કરવા પરંતુ સૌથી ભારે એવા ચાર ટન વજનના સેટલાઈટસ પણ લોન્ચ કરવા માટે સક્ષમ હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેબિનેટે 30 PSLV રોકેટ લોન્ચ માટે પણ પરવાનગી આપી દીધી છે. જેના માટે રૂ. 6573 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ISRO દ્વારા પ્રાઇવેટ પાર્ટિસિપેશનને પણ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. તેમજ ભારત તરફથી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ‘ચંદ્રયાન-2’ લોન્ચ કરવા માટેની પણ તૈયારી કરી રહ્યું છે. જે ભારત માટે સૌથી મોટી સફળતા હશે.

આ અંગે વાત કરતાં ISROના ચેરમન કે.સિવાને કહ્યું કે, આ ISRO માટે પ્રશંસાની વાત છે. PSLV અને GSLV રોકેટ લોન્ચ માટે કેબિનેટ તરફથી મંજૂરી આપવાના કારણે સ્પેશ પ્રોગ્રામને નવી તાકત મળી જશે. તેમજ તેમણે કહ્યું કે, ISROના નવા કોમ્યુનિકેશન અને નેવિગેશન સ્ટેલાઈટના કારણે સામાન્ય પ્રજાને પણ તેનો લાભ મળશે.