Cabinet has Approved The Ordinances on Triple Talaq
  • Home
  • Featured
  • બીજીવાર લાવવામાં આવ્યો ત્રિપલ તલાક અધ્યાદેશ, કેબિનેટની મંજૂરી

બીજીવાર લાવવામાં આવ્યો ત્રિપલ તલાક અધ્યાદેશ, કેબિનેટની મંજૂરી

 | 10:25 pm IST

કેન્દ્ર સરકાર ફરી એકવાર ત્રિપલ તલાક અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં આ અધ્યાદેશ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ પીએમ આવસ પર યોજાયેલી બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ અધ્યાદેશ બીજીવાર લાવવામાં આવ્યો છે. આ અધ્યાદેશ સાથે જોડાયેલુ બિલ રાજ્ય સભામાં પેંડિગ છે. જોકે હવેથી સંસદ સત્ર લોકસભા ચૂંટણી પછી જ યોજવામાં આવશે. જેમાં સરકાર દ્વારા આ અધ્યાદેશ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્રિપલ તલાક અધ્યાદેશમાં મુસ્લિમ મહિલાઓને એકસાથે ત્રણ વખત તલાક બોલીને લગ્ન તોડી શકવાના વિરુદ્ધમાં છે. આ જેમાં આ અધ્યાદેશનો ઉલ્લંઘન કરનારને સજા ફટકારવામાં આવશે. આ અધ્યાદેશ અતંગર્ત ત્રિપલ તલાક ગેરમાન્ય સાબીત થશે અને આ નિયમનો ઉલ્લંઘન કરનારને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવશે. આ અપરાધ ત્યારે માન્ય ગણવામાં આવશે જ્યારે વિવાહિત મુસ્લિમ મહિલા અથવા તેના કોઇ નજીકના ઓળખીતા લોકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે તો તે વ્યક્તિ સાથે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યસભામાં આ બિલ પેડિંગ છે

જણાવી દઇએ 13 ફેબ્રુઆરીના મોદી સરકાર માટે રાજ્યસભાનું છેલ્લું સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેના કારણે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહેલું ટ્રિપલ તલાક બિલ રદ કરવામાં આવ્યું હતું.

જણાવી દઇએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રિપલ તલાક બિલ (2018) લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું આ બિલને લઇને સંસદમાં લાંબી ચર્ચાવિચારણા ચાલી હતી. આ મામલે વિપક્ષની માંગ છે કે મુસ્લિમ મહિલા વિધેયક 2018ને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે. આ સીવાય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ત્રિપલ તલાકને લઇને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન