Cabinet may discuss a relief package for Telecom Sector
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોબાઇલ કંપનીઓના ‘બેફામ’ ટેરિફને કાબૂમાં રાખવા સરકાર ઘડી રહી છે નવો માસ્ટર પ્લાન

મોબાઇલ કંપનીઓના ‘બેફામ’ ટેરિફને કાબૂમાં રાખવા સરકાર ઘડી રહી છે નવો માસ્ટર પ્લાન

 | 1:41 pm IST
  • Share

દેશમાં જો આંગળીના વેઢે ગણી શકાય તેટલી માત્ર બે જ ટેલિકોમ કંપનીઓ રહેશે તો લોકો તો ફોન અને ડેટાના ભાવમાં ઝડપથી વધારો થઇ શકે છે તેવો ડર ટેલિકોમ ઉદ્યોગના નિષ્ણાતોને છે. જાણકારોનું કહેવું છે કે જો દેશમાં ટેલિકોમ વેપારમાં માત્ર બે જ કંપનીઓ બચશે તો ટેરિફમાં જબ્બર વૃદ્ધિ થઇ શકે છે.

વાત એમ છે કે રોયટર્સના સમાચાર પ્રમાણે SBIના વરિષ્ઠ અધિકારી અને ઇન્ડિયન બેન્ક એસોસીએશનના પ્રતિનિધિઓ આ મહિને નાણાં અને ટેલિકોમ સંચાર વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બેન્કના અધિકારીઓએ સરકારની સામે પ્રસ્તાવ મૂકયો છે કે વોડાફોન-આઇડિયાના બાકી લેણાં ચૂકવવા માટે તાત્કાલિક રાહત આપવામાં આવે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે કેટલીક અન્ય બેન્કોએ ભારત સરકારને અપીલ કરી છે કે વોડાફોન આઇડિયાને દેવું ચૂકવવા માટે વધુ સમય આપવો જોઇએ. સરકારી અધિકારીઓએ કહ્યું કે અમે બેન્કોની સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે પરંતુ આ મુદ્દો એ છે કે નાણાં મંત્રાલય આ પ્રસ્તાવો પર તૈયાર થાય છે કે નહીં.

ટેલિકોમ સેકટરના વધતા સંકટને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર હવે મોબાઇલ કંપનીઓ બાકી વ્યાજના એક હિસ્સાને ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટમાં બદલવા પર વિચાર કરી રહી છે. સરકારને આશા છે કે તેનાથી ટેલિકોમ સેકટરને રાહત મળી શકે છે. દેવાતળે દબાયેલ વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓને સરકારના આ પગલાંથી ઘણી રાહત મળી શકે છે.

કેન્દ્ર સરકાર કંપનીઓની તરફથી સ્પેક્ટ્રમ માટે બાકી લેણાં ચૂકવવા માટેની એક સમયમર્યાદા વધારવાની કોશિશમાં છે. ત્યારબાદ વ્યાજની ચૂકવણીને હત્પામાં ફેરવી શકે છે. સરકાર ટેલિકોમ કંપનીઓને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (NPV)ને ઇક્વિટીમાં બદલીને ચૂકવવા માટે કહી શકે છે.

ટેલિકોમ વેપારના જાણકારોનું માનવું છે કે બે વર્ષના હોલિડે બાદ સ્પેક્ટ્રમ ખરીદી માટે રકમ ચૂકવવાની સુવિધાથી ટેલિકોમ કંપનીને રાહત મળી શકે છે. દેવામાં ડૂબેલા વોડાફોન-આઇડિયા જેવી કંપની માટે આ ખૂબ જ મોટી રાહત છે. વોડાફોન-આઇડિયા પર બેન્ક સરકારને અંદાજે 117 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

શું થશે ફાયદો

જો સરકાર સ્પેક્ટ્રમ ફીની ચૂકવણી માટે ચાર વર્ષની રાહત આપે છે તો તેનાથી વોડાફોન-આઇડિયાને અંદાજે 16000 કરોડ, ભારતી એરટેલને 9500 કરોડ અને રિલાયન્સ જિયોને 3000 કરોડનો ફાયદો થઇ શકે છે. દેશમાં ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓના વેપારમાં જોડાયેલું રહેવું જરૂરી છે. તેનાથી ગ્રાહકોને સુવિધા હશે અને ટેલિકોમ કંપનીઓને મનમાની કરવાનો તક મળી શકશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો