cabinet meeting decision telecom relief package approved
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેબિનેટની બેઠકમાં ઓટો અને ડ્રોન સેક્ટરને મળ્યુ જીવતદાન, PLI યોજનાને મળી મંજૂરી

કેબિનેટની બેઠકમાં ઓટો અને ડ્રોન સેક્ટરને મળ્યુ જીવતદાન, PLI યોજનાને મળી મંજૂરી

 | 3:31 pm IST
  • Share

PM નરેન્દ્ર મોદીની (Prime Minister of India) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting Decision) મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સેક્ટર પેકેજ મંજૂર કરવા માટે રાહત પેકેજ મંજૂર (Telecom Sector Package Approved) કરવામાં આવ્યું છે. તેમજ ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પણ PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડ્રોન માટે PLI યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. PLI યોજનાને ઘરેલું તેમજ નિર્માણને પ્રોત્સાહિત કરવા રોજગારી પૂરી પાડશે.

ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને મંજૂરી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટેલિકોમ કંપનીઓને રાહત આપવાની પેકેજની જાહેરાત કરી છે. આ સમાચાર મળતાની સાથે જ ટૈલીકોમ શેરોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે સરકારે વાહન તથા વાહન સાથે જોડાયેલ સ્પેરપાર્ટ માટે PLI યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં 57,043 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત ઓટોમેટિક ટ્રાંસમિશન અસેંબલી, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરીંગ સિસ્ટમ, સેન્સર સનરૂફ, એડાપ્ટિક ફ્રન્ટ લાઇટીંગ જેવા સ્પેરપાર્ટનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને પણ મંજૂરી આપી છે, જેનો હેતુ વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને રાહત આપવાનો છે, જેણે હજારો કરોડના ભૂતકાળના લેણાં ચૂકવવાના છે.

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ મીડિયાને બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. એવા સમયે જ્યારે વોડાફોન આઈડિયા પોતાના અસ્તિત્વ માટે લદી રહી છે ત્યારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ ત્રણ ખાનગી ક્ષેત્રની કંપનીઓને કટોકટીમાંથી બહાર આવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન