કેબિનેટ પ્રધાનોના ખાતાની ફાળવણી બાદ શેરબજારમાં ભારે અફરાતફરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કેબિનેટ પ્રધાનોના ખાતાની ફાળવણી બાદ શેરબજારમાં ભારે અફરાતફરી

કેબિનેટ પ્રધાનોના ખાતાની ફાળવણી બાદ શેરબજારમાં ભારે અફરાતફરી

 | 2:45 am IST
  • Share

। મુંબઈ ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેબિનેટ પ્રધાનોના મહત્ત્વના ખાતાઓની ફાળવણીની જાહેરાત બાદ શુક્રવારે બપોરે શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. રોકાણકારો વેચવાલી ઉપર ઊતરી આવ્યા હતા. સેન્સેક્સ તથા નિફ્ટીમાં શરૂઆતનો સુધારો પાછળથી ધોવાઈ ગયો હતો અને શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૧૭.૭૭ પોઇન્ટ ઘટી ૩૯,૭૧૪.૨૦ અને નિફ્ટી ૨૩.૧૦ પોઇન્ટ ઘટી ૧૧,૯૨૨.૮૦ ઉપર બંધ થયા હતા. સેન્સેક્સે ૪૦,૦૦૦ની અને નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી વટાવી હતી. જોકે, સેન્સેક્સ એક તબક્કે ૪૦૦ પોઇન્ટ તૂટયો હતો અને નિફ્ટીમાં ૧૧,૯૫૦ની આસપાસ કામકાજ જોવાયું હતું.

નિફ્ટીમાં ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ટીસીએસ, આઈઓસી અને બ્રિટાનિયા વધ્યા હતા જ્યારે યસ બેન્ક, આઈટીસી, ગ્રાસિમ, વેદાંત અને ઝી એન્ટરટેઇનમેન્ટ ઘટયા હતા. પીએસયુ બેન્ક, મેટલ, ઓટો, ઇન્ફ્રા અને ફાર્મા શેર્સમાં વેચવાલીનું દબાણ અનુભવાયું હતું જ્યારે એનર્જી અને આઈટી શેર્સમાં ખરીદી જોવાઈ હતી.

કોલ ઈન્ડિયાએ માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૬,૦૨૪ કરોડનો ચોખ્ખો સંગઠિત નફો કર્યો હતો. ભારે વેચાણ અને ઓછાં ખર્ચને કારણે કંપનીએ આ સિદ્ધિ મેળવી હતી. એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં કંપનીનો નફો રૂ.૧,૩૦૨.૬ કરોડ હતો. માર્ચના ત્રિમાસિક ગાળામાં મોટા પ્રમાણમાં ખોટને કારણે પીસી જ્વેલર્સનો શેર એક તબક્કે ૯ ટકા ઘટયો હતો. જેટ એરવેઝનો શેર એક તબક્કે ૩.૧૮ ટકા ઘટી રૂ.૧૪૬.૦૫ થયો હતો

રેમન્ડની સબ્સિડિયરી રિંગ પ્લસ એક્વાએ સિન્નરમાં નવો પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો હોવાની જાહેરાત કરી હતી. એનસીસીનો શેર એક તબક્કે ૧૮ ટકા ઘટયો હતો. ટીટાઘર વેગન દ્વારા ૧૫ ટકા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી હતી.  ક્રૂડ તેલના ભાવ ઘટયા હતા જ્યારે બીજી બાજુએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ વધ્યા હતા. હિંદુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી)ના શેર્સ વધ્યા હતા. વર્તમાન વર્ષે આઈઓસીમાં ૧૮.૨ ટકા, એચપીસીએલમાં ૨૫.૪ ટકા અને બીપીસીએલમાં ૧૨.૪ ટકાનો વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદાનો ભાવ એક બેરલે ૬૫.૮૬ ડોલર મુકાયો હતો જે ૧૧ માર્ચ બાદ સૌથી ઓછો છે.

આઈટી કંપનીઓના શેર્સ ઝળક્યા 

ટીસીએસ, એચસીએલ ટેક અને ઇન્ફોસિસ સહિત આઈટી કંપનીઓના શેર્સ ઝળક્યા હતા. ટીસીએસનો શેર ૨ ટકા વધવા સાથોસાથ સતત પાંચમા દિવસે વધ્યો હતો. એચસીએલ ટેક રૂપિયા ૧૪.૩૫ વધી રૂપિયા ૧,૦૯૨.૫૫, ટીસીએસ રૂ.૫૦.૨૫ વધી રૂપિયા ૨,૧૯૬.૫૫ અને ઇન્ફોસિસ રૂ.૪.૨૦ વધી રૂ.૭૩૭ ઉપર બંધ થયા હતા.

બેન્કના શેર્સ ઘટયા 

નિફ્ટી પીએસયુ બેન્ક ૧.૪૩ ટકા ઘટયો હતો. સાથોસાથ બેન્કના શેર્સ ઘટયા હતા. બેન્ક ઓફ બરોડા રૂ.૧.૮૫ ઘટી રૂ.૧૩૩.૨૫, કેનેરા બેન્ક રૂ.૪.૩૦ ઘટી રૂ.૨૬૭.૮૦, ઈન્ડિયન બેન્ક રૂ.૫.૮૫ ઘટી રૂ.૨૭૬.૪૫ અને યુનિયન બેન્ક રૂ.૨.૫૫ ઘટી રૂ.૭૫.૮૦ ઉપર બંધ થયા હતા.

ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું  

ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન મે મહિનામાં બજારની અપેક્ષા કરતા ઘટયું હતું. આથી, અમેરિકા સાથે ટ્રેડવોરને કારણે અસર પામેલા અર્થતંત્રને પીઠબળ પૂરું પાડવા વધુ રાહત પગલાં લેવા બઇજિંગ ઉપર દબાણ વધ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો