Cabinet Union minister Nitin Gadkari faints while on stage at Maharashtra event
  • Home
  • Featured
  • સ્ટેજ પર જ બેભાન થયા બાદ નિતિન ગડકરીના સ્વાસ્થ્યમાં સુધાર, શિરડી જવા રવાના

સ્ટેજ પર જ બેભાન થયા બાદ નિતિન ગડકરીના સ્વાસ્થ્યમાં સુધાર, શિરડી જવા રવાના

 | 1:49 pm IST

મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત અચાનક કથળી હતી. ગડકરી સ્ટેજ પર જ બેભાન થઈ ગયાં હતાં.

ગડકરી બે ભાન થઈ ગયાં ત્યારે રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ ત્યાં હાજર જ હતાં. ગવર્નરે જ નિતિન ગડકરીને સંભાળ્યા હતાં. કેન્દ્રીય મંત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

જોક, નિતિન ગડકરીની ઓફિસ તરફથી ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, હવે તેઓ સ્વસ્થ્ય છે. ગડકરી તેમના અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ચેકઅપ કરાવ્યા બાદ તેઓ શિરડી જઈ રહ્યાં છે, જ્યાં તેઓ સાંઈ બાબાના મંદિરમાં દર્શન પણ કરશે.

 

સૂત્રોના જણાવ્યા અનુંસાર લો શુગરના કારણે નિતિન ગડકરીને અચાનક ચક્કર આવી ગયાં હતાં. ગડકરીને તુરંત પાણી પીવડાવવામાં આવ્યું અને પેંડા ખવારવામાં આવ્યા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી કાર્યક્રમોના કારણે સતત વ્યસ્ત છે.

કેન્દ્રીય પોર્ટ અને રોડ મંત્રી નિતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે કૃષિ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તેઓ રાષ્ટ્રગીત ગાવા ઉભા થઈ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ બેભાન થઈ ગયાં હતાં.

આ અગાઉ પણ જાહેરમાં સ્ટેજ પર જ નિતિન ગડકરીની તબિયત કથળી ચુકી છે. એક રેલી દરમિયાન તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. નિતિન ગડકરી કેન્દ્ર સરકારમાં સડક પરિવહન મંત્રી છે. આ ઉપરાંત તેમના માથે ગંગા સફાઈની પણ વધારાની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, નિતિન ગડકરીએ થોડા સમય પહેલા વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યાં છે. હાલ તેઓ નાગપુરથી સાંસદ છે.