CAIT wrote latter to govt to ban Festive sales on Amazon-Flipkart
  • Home
  • Business
  • દિવાળીએ ઓનલાઇન ખરીદવાનું વિચારતા હો તો આ ખાસ વાંચજો, ભારે ડિસ્કાઉન્ટને લઇને થઇ આવી માંગ

દિવાળીએ ઓનલાઇન ખરીદવાનું વિચારતા હો તો આ ખાસ વાંચજો, ભારે ડિસ્કાઉન્ટને લઇને થઇ આવી માંગ

 | 5:28 pm IST

કેટલીક વખત ઘણા લોકો ઓનલાઇન ખરીદી વધારે પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ પર દિવાળી સેલની રાહ જોઇ રહેલા લોકોને હવે ઝાટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ(CAIT)એ સરકારને પત્ર લખીને ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા તહેવારની સીઝનમાં ભારે ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ટ્રેડર્સની આ પ્રતિક્રિયા ફ્લિપકાર્ટ દ્વારા ‘ધ બિગ બિલિયન ડેઝ’ સેલની તારીખોની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ટ્રેડર્સે, ફ્લિપકાર્ટ ઉપરાંત તેની પ્રતિદ્વંદ્વી કંપની અમેઝોન અને આ પ્રકારની અન્ય ઇ-કોમર્સ કંપનીઓની તહેવારની સિઝનમાં સેલ પર નિયંત્રણ લગાવવાની માંગ કરી છે. હાલમાં જ ફ્લિપકાર્ટે જાહેરાત કરી હતી કે દિવાળી અને દશેરા પહેલાં તેનો દર વર્ષે થનાર છ દિવસીય સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે અમેઝોન દ્વારા હજુ સેલની તારીખની ઘોષણા બાકી છે.

જોકે તહેવારોના આ દિવસોમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને આકર્ષવા માટે વધારે પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. કારણ કે ભારતીય તહેવારી સીઝનમાં વધુ પ્રમાણે ખરીદી કરે છે. CAITએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી કહ્યું કે,‘ઓનલાઇન કંપનીઓ પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર 10થી માંડીને 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરીને કિંમતોને પ્રભાવિત કરી રહી છે. કંપનીઓ દ્વારા કરવામાં આવતી આ ઓફર અસમાનતા નીતિઓનું ઉલ્લંઘન છે.”

વધુ ઉમેરતા CAITએ કહ્યું કે તહેવારની સિઝન દરમિયાન અલગ-અલગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI)ના નિયમો વિરૂદ્ધ છે. FDI નીતિ અનુસાર ઇ-કોમર્સ કંપનીઓ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે વસ્તુઓ અને સેવાઓના વેચાણ મૂલ્યને અસર નહી કરે અને મૂલ્ય સ્તરને જાળવી રાખશે.

આ વીડિયો પણ જુઓ: પંચમહાલના કાલોલમાં ટ્રાફિકના નિયમોનું અમલીકરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન