NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કેલ્શિયમની ખામીથી થાય છે આ ગંભીર બીમારી, જાણો અને ચેતો

કેલ્શિયમની ખામીથી થાય છે આ ગંભીર બીમારી, જાણો અને ચેતો

 | 2:09 pm IST

ડોક્ટર કહે કે તમારા શરીરમાં કેલ્શિયમની ખામી છે એટલે આપણને એક જ વિચાર આવે કે આપણા હાડકાં બરડ થઈ ગયાં હશે. શું તમે જાણો છો કે આ ઉપરાંત પણ કેલ્શિયમની ખામી Isomnia એટલે કે અનિદ્રાનો રોગ પણ થઈ શકે. એક રિસર્ચ મુજબ કેલ્શિયમ સારી ઊંઘ માટે અત્યંત જરૂરી તત્વ છે. કેલ્શિયમ જ નહીં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન D, વિટામિન B કોમ્પ્લેક્સ વગેરે પણ સારી ઊંધ માટે જરૂરી છે. એની ઊણપ હોય તો ઊંઘને સંબંધિત બીમારીઓ પણ આવી શકે છે.

એક રિસર્ચ અનુસાર કેલ્શિયમની ઊણપ અનિદ્રાના રોગને આમંત્રે છે. ઊંઘ અને કેલ્શિયમ વચ્ચેના સંબંધને જાણવા માટે સંશોધકોએ ઉંદરના મગજમાં રહેલી એક કેલ્શિયમની ચેનલને હટાવી લીધી, જેને કારણે ઉંદરને સમય પર ઊંઘ આવવામાં તકલીફ થતી લાગી એટલું જ નહીં; ખૂબ થોડા સમય માટે ઉંદર ઊંઘી શક્યા. વળી ઊંઘ ન થવાને કારણે માણસોમાં જે પ્રકારના સાઇકોલોજિકલ પ્રોબ્લેમ્સ દેખાય છે એવા જ આ ઉંદરોમાં પણ જોવા મળ્યા.

આ રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે કેલ્શિયમ સારી ઊંઘ માટે અત્યંત જરૂરી તત્વ છે. તમને ઊંઘને સંબંધિત કોઈ સમસ્યા હોય અને તમે ડોક્ટર પાસે જાઓ તો તે તમને તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો એના પ્રશ્નો પૂછે અને કેલ્શિયમ, આયર્ન જેવાં મિનરલ્સ અને વિટામિનના ટેસ્ટ કરાવવાનું કહે છે. જો કે ડોક્ટર એ પણ પૂછે છે કે તમે તડકામાં રહો છો કે નહીં તો વ્યક્તિને લાગશે કે તડકા અને ઊંઘ વચ્ચે શું સંબંધ હોઈ શકે. પરંતુ હવે આપણને ખબર પડી કે ખોરાક, તાપ અને ઊંઘ વચ્ચે સચોટ સંબંધ છે.