calcutta-high-court-denies-permission-to-bjp-for-rath-yatra
  • Home
  • Featured
  • પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રથયાત્રા પર HCનો પ્રતિબંધ, ડિવિજન બેંચની પાસે જશે BJP

પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રથયાત્રા પર HCનો પ્રતિબંધ, ડિવિજન બેંચની પાસે જશે BJP

 | 9:47 pm IST

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ઝાટકો લાગ્યો છે. કોલકાતા હાઇકોર્ટે બીજેપીની રથયાત્રાને અનુમતિ આપવાની મનાઇ કરી દીધી છે. હવે મામલાની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ હશે. તમને જણાવી દઇએ કે, આ રથયાત્રામાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જોડાવવાના છે.

જ્યારે, બીજેપી નેતા કૈલાશ વિજયવિર્ગીયએ કહ્યું કે, અમે હાઇકોર્ટની ડિવિજન બેંચમાં આદેશના પડકારશે. બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, અમે હાઇકોર્ટની ડિવિજન બેંચમાં આદેશને પડકારીશું. બીજેપી શુક્રવારે સવારે અપીલ કરશે.

રથયાત્રા નહીં તો રેલી કરીશું
આ ઘટના વચ્ચે પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, કોર્ટનો જે આદેશ હશે, અમે તેનું સમ્માન કરીશું. બીજેપીને રથયાત્રા કાઢવાની અનુમતિ નહીં મળે તો અમે રેલી કરીશું.

વકીલ બોલ્યા- ગૌ-રક્ષકોની નહીં બીજેપીની રેલી છે
કોર્ટમાં બીજેપી તરફથી વકીલ અનિન્દય મિત્રાએ કહ્યું કે, રાજ્ય સરકારની પાસે કાયદો વ્યવસ્થાને લઇને કોઇ મશીનરી નથી. માત્ર અમુક પાર્ટીઓની રેલી અથવા તો જનસભા કરવાની અનુમતિ આપવામાં આવે છે. શું કોચબિહાર જિલ્લાની રેલી સંવેદનશીલ છે? તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો તર્ક છે કે આ રથયાત્રામાં ગાયને લઇને બબાલ થઇ શકે છે. લોકો ગાયનું મીટ લઇને ફરી રહ્યા છે. હું જણાવવા માંગીશ કે આ ગૌ-રક્ષકોની મીટિંગ નથી. આ બીજેપીની રેલી છે અને કોઇ મીટ લઇને નહીં જાય.

કોર્ટે પૂછ્યું, કોણ હશે જવાબદાર
વકીલની દલીલ પર હાઇકોર્ટે કહ્યું કે, જો કોઇ ઘટના બને છે તો તેનો જવાબદાર કોણ. કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારનો મામલો છે. શું અમે અનુમતિ આપી દઇએ તો કોઇ ઘટના બને તો બીજેપી અધ્યક્ષ તેની જવાબદારી લેશે. તમે મને આ લેખિતમાં આપો કે આ રેલી શાંતિપૂર્વક રીતે હશે.

તેમ છતાં ન મળી અનુમતિ
તેના પર બીજેપીના વકીલે કોર્ટને ભરોસો અપાવ્યો કે રેલી શાંતિપૂર્વક થશે. તેમણે કહ્યું કે, કોર્ટે અમારા સંવૈધાનિક અધિકારોને અવગણીને રથયાત્રાની અનુમતિ આપી નથી. એવું પહેલા પણ બાઇક રેલી દરમિયાન થયું હતું.

બીજેપી અધ્યક્ષ પર હુમલો
આ યાત્રાને લઇને રાજ્યની સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીમાં વિવાદ હતો અને રાજ્ય સરકારે અનુમતિ આપવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ બીજેપી હાઇકોર્ટ ચાલી ગઇ હતી. ગુરુવારે કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. તેના પહેલા રથયાત્રાની તૈયારીઓમાં લાગેલી બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો હતો. સાથે રથયાત્રાનું સ્વાગતમાં બનાવવામાં આવેલા પોસ્ટર-બેનરને પણ ફાડી નાખ્યા હતા. તેનો આરોપ બીજેપીએ ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવતા પ્રદર્શન શરૂ કર્યું હતું.