california-an-indian-origin-police-officer-ronil-singh-murdered
  • Home
  • Featured
  • કેલિર્ફોનિયામાં ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યા, સ્કેચ જાહેર કરી તપાસ શરૂ

કેલિર્ફોનિયામાં ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યા, સ્કેચ જાહેર કરી તપાસ શરૂ

 | 7:36 pm IST

અમેરિકાનાં કેલિર્ફોિનયામાં ભારતીય મૂળના ૩૩ વર્ષનાં પોલીસ અધિકારી ટ્રાફિક સિગ્નલ પર ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે જ અજાણ્યા બંધૂકધારીએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. તેમની ઓળખ ન્યૂમેન પોલીસ વિભાગના રોનિલસિંહના રૃપમાં થઈ છે. ક્રિસમસની રાતે તેઓ ઓવર ટાઇમ કરીનેે ટ્રાફિક સિગ્નલ ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

કેસની તપાસ કરી રહેલા સ્ટેનિસ્લોસ કાઉન્ટીના શેરીફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,’ઘટનાના થોડા સમય પછી રેડિયો પર તેમનાં મૃત્યુના ખબર આવ્યા હતા. ગોળી વાગ્યા પછી રોનિલને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.’

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ આવતાં પહેલાં જ હુમલાખોર ઘટનાસ્થળે કાર છોડીને ભાગી ગયો હતો. સ્ટેનિસ્લોસ કાઉન્ટી શેરીફ વિભાગે શંકાસ્પદ હુમલાખોર અને તેના વાહનના ફૂટેજ જારી કરીને લોકોને ઓળખવા અપીલ કરી હતી.

રોનિલ સાત વર્ષથી ન્યૂમેન પોલીસ વિભાગમાં ફરજ નિભાવે છે. તેમના કુટુંબમાં પત્ની અનામિકા અને પાંચ મહિનાના પુત્રનો સમાવેશ થાય છે. કેલિર્ફોિનયાના ગવર્નર એડમંડ બ્રાઉન , ન્યૂયોર્ક પોલીસ કમિશનર અને ઈન્ડિયન ઓફિસર્સ સોસાયટીએ પણ રોનિલના અવસાન પર શોક જાહેર કર્યો હતો. ગવર્નરે જણાવ્યું હતું કે રોનિલના માનમાં કેલિર્ફોિનયાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે.ન્યૂયોર્કના સમગ્ર પોલીસ બેડામાં રોનિલસિંહની થયેલી હત્યાને પગલે શોકની લહેર દોડી ગઈ હતી.

કેલિર્ફોિનયા હાઇવે પેટ્રોલનું માનવું છે કે હુમલાખોર હિસ્પાનિક હોઈ શકે. રોનિલસિંહ ફીજીના વતની હતા અને અમેરિકા સ્થળાંતર કર્યું હતું. શેરીફ વિભાગના પ્રવક્તા રાજસિંહે જણાવ્યું હતું કે રોનિલ અમેરિકી સપનું જોઈને ફીજીથી અમેરિકા આવ્યા હતા. દેશભરના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ રોનિલના અવસાનના અનુસંધાનમાં શોકસંદેશા પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન