California wildfires threatening some of world’s largest trees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઘાતક અસર: USમાં આગના કારણે સેક્વોઇયા નેશનલ પાર્ક બંધ

ઘાતક અસર: USમાં આગના કારણે સેક્વોઇયા નેશનલ પાર્ક બંધ

 | 7:00 am IST
  • Share

અમેરિકામાં કેલિફોર્નિયાના સિયેરા નેવાડામાં બે જંગલોમાં લાગેલી ઘાતક આગ પ્રસરતાં તેને પરિણામે સેક્વોઇયા નેશનલ પાર્ક બંધ કરવાની ફરજ પડી છે એટલું જ નહીં આ ક્ષેત્રમાં આવેલા મહાકાય વૃક્ષો સામે સંભવિત જોખમ ઊભું થયું છે.

બન્ને આગ આ મહાકાય જંગલ તરફ આગળ વધી રહી છે કે જ્યાં ૨૦૦૦થી વધારે મહાકાય સેક્વોઇયા આવેલા છે અને તેમાં વોલ્યૂમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપરનું સૌથી મોટું વૃક્ષ ગણાતું જનરલ શેરમન ટ્રીનો પણ સમાવેશ થાય છે. આ વૃક્ષનું થડ બેઝ પર ૩૬ ફૂટ(૧૧ મીટર)નો ડાયામીટર ધરાવે છે અને તેની ઊંચાઇ ૨૭૫ ફૂટ(૮૩.૮ મીટર)ની છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં વસતા આશરે ૭૫ લોકોને પણ સલામત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્ટાર્ટ લોકેશનના કારણે આ બન્ને આગને કોલોની અને પેરેડાઇઝ નામ આપવામાં આવ્યું છે. મંગળવાર રાત સુધીમાં બન્ને આગ સંયુક્તપણે નવ સ્ક્વેર માઇલ(૨૪  સ્ક્વેર મીટર)માં પ્રસરી ગઈ છે અને તેની લપેટમાં જનરલ હાઇવે પણ આવી ગયો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો