Californian Couple For Life's First Kiss Donate Life
  • Home
  • World
  • કેલિફોર્નિયાના કપલ માટે પ્રથમ કિસ બની જીવનદાન, જાણો કેવી રીતે

કેલિફોર્નિયાના કપલ માટે પ્રથમ કિસ બની જીવનદાન, જાણો કેવી રીતે

 | 2:22 pm IST

પ્રેમી જોડા વચ્ચે પ્રથમ કિસ હંમેશા યાદગાર હોય છે. પરંતુ કેલિફોર્નિયાના એક કપલ માટે તો પ્રથમ કિસ જીવ બચાવનાર યાદગાર કિસ બની ગઇ. મીડિયા રિપોર્ટ અનુસાર, રવિવારના દિવસે મેક્સ મૉન્ટગમરી અને ડૉક્ટર એંડ્રી ટ્રાઇનર દરિયા કિનારે થોડો સમય પસાર કરવા માટે પહોંચ્યા હતાં, જ્યાં અચાનક એવી પરિસ્થિતિ બન બની ગઇ તે, કપલ માટે પ્રથમ કિસ લાઇપ સપોર્ટ સિસ્ટમ સમાન બની ગઇ.

56 વર્ષિય મૉન્ટગમરી અને 45 વર્ષિય એંડ્રી વચ્ચે બધુ બરાબર હતું, પરંતુ અચાનક મૉન્ટગમરીને છાતિમા દુખાવાના કારણે ગભરામણ થવા લાગી. સેન ફ્રાંસિસ્કોની એક ટીવી ચેનલ અનુસાર, પરિસ્થિતિ બગડતા જોઇ એંડ્રીએ પોતાના સાથીને કૃત્રિમ શ્વાસ આપ્યો. એંડ્રી એનેસ્થોલોજીસ્ટ છે અને તે ખુબ જ જલ્દી સમજી ગઇ કે મેક્સને હાર્ટ અટેક આવ્યો છે. આ ઘટનાને ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ જોઇ અને કેટલાકે તસવીરો પણ ક્લિક કરી હતી.

ટીવી ચેનલ સાથે વાત કરતા એન્ડ્રીએ કહ્યું,”અમારા બંન્ને માટે આ પ્રથમ ડેટ સમાન હતુ. અમારા બંન્ને વચ્ચે આવી પરિસ્થિતિઓમાં કિસ થશે તેનો મને ખ્યાલ ન હતો. જ્યાં સુધી મેડિકલ ટીમ પહોંચી નહી, મારી કોશિશ હતી કે હું મેક્સને જરૂરી પ્રાથમિક સહાયતા આપું. જોકે, મેડિકલ મદદ અમને સમય અનુસાર મળી ગઇ અને તેથી જ તે ઠીક થઇ ગયો.”

ટીવી રિપોર્ટ અનુસાર, મેક્સનું દિલ લગભગ 17 મિનિટ સુધી બંધ રહ્યુ, પરંતુ એંડ્રીની સમય સુચક્તાથી તેવો જીવ બચી શક્યો. મેક્સ અને એંડ્રીએ કહ્યું કે અમારી પ્રથમ કિસ એટલી રોમેન્ટિક ન હતી, જેવું કે એક કપલ ઇચ્છે છે. અમારા માટે આ જિંદગીથી ફરીથી મુલાકાત કરવા માટે જેવી કિસ જરૂરથી હતી.