ચીનના ટોઈલેટમાં સરખા બેસજો, નહીં તો ઝડપાઈ જશો

266

ચીનની રાજધાનીના જાહેર શૌચાલયોમાં ટોઈલેટ પેપરની ચોરીમાં વધારો થઈ રહ્યો છે. ચોરીના આ દૂષણને ડામવા માટે શૌચાલયોમાં કેમેરા મુકવામાં આવી રહ્યા છે. રાજધાની પેકિંગના સૌથી વ્યસ્ત ટૂરિસ્ટ સાઈટ ટેંપલ ઓફ હેવલમાં આ રીતે કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે.

જો કોઈને ટિશ્યૂ કે ટોઈલેટ પેપરની જરૂર હોય તો તેણે નિશ્ચિત સ્થળે કેમેરા સામે ઊભા રહેવું પડશે. કેમેરા સાથે જોડાયેલા મશીનમાં વ્યક્તિનો ચહેરો સેવ થઈ જશે ત્યારપછી પેપર મશીનને પેપર રીલીઝ કરવા માટે કમાન્ડ મળશે. જો કોઈ વ્યક્તિ બીજીવાર પેપર લેવાનો પ્રયાસ કરશે તો તેને તે મળશે જ નહીં. કેમેરામાં ચહેરો સેવ કરવામાં માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગતો હોવાનો પણ દાવો કરાય છે.

અનેક લોકો તેમના ઘરમાં ઉપયોગ માટે ટોઈલેટ પેપર રોલની ચોકી કરતાં હોવાનું જણાતા આ પગલું લેવામાં આવ્યું છે. વળી આ રીતની ચોરી મોટે ભાગે સિનિયર સિટિઝન્સ જ કરે છે. નવા પેપર રોલ મિનિટોમાં જ ગાયબ થતાં પબ્લિક ટોઈલેટ મેનેજમેન્ટ પર નાણાકીય બોજ પડે છે. ટોઈલેટમાં કેમેરા લગાવવાના નિર્ણયની ટીકા પણ થઈ રહી છે. લોકોનું કહેવું એવું છે કે આને બદલે બીજી રીતે ધ્યાન આપવાની જરૂર છે.