કેમેરામાં કંડારાયેલું ભાવવિશ્વ - Sandesh
  • Home
  • World
  • કેમેરામાં કંડારાયેલું ભાવવિશ્વ

કેમેરામાં કંડારાયેલું ભાવવિશ્વ

 | 7:20 am IST

સોની દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેઠળ દુનિયાભરના લોકો માનવીય લાગણીઓ અને માતૃત્વની ભાવના તો ક્યાંક ઉદાસી અને ક્યાંક કુદરતની સુંદરતા સહિતના વિવિધ દૃશ્યોને કેમેરામાં કંડારીને મોકલી રહ્યા છે. હાલમાં આ ઈવેન્ટના આયોજકો દ્વારા કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી કરાઈ હતી જેમાં પોતાની માતાને લાડ કરતા શિયાળના બચ્ચાઓ હેત ઊભરાવે તેવા છે જ્યારે વિયેતનામના પર્વત ઉપર આવેલા ચાના બગીચાઓ પણ ધ્યાનાકર્ષક છે. ઈટાલીના એક પર્વત ઉપર થઈ રહેલો સૂર્યોદય અને તેની સાથે દેખાતું નભોમંડળ જાણે કે કોઇ અવકાશી ગ્રહ ઉપર ફરતા હોઈએ તેવી લાગણી જન્માવે છે. માછલીઓથી ઘેરાયેલો મરજીવો અને જવાનોની વચ્ચે નિર્દોષ હાસ્ય રેલાવતા બાળકોની તસવીરો મનોરમ્ય લાગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન