Campaign on social media to collect one crore to save Dr. Sanket from Surat
  • Home
  • Featured
  • પોતાનું માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર ડો. સંકેત જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, 1 કરોડ ભેગા કરવા

પોતાનું માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર ડો. સંકેત જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, 1 કરોડ ભેગા કરવા

 | 7:17 am IST

સુરતના કોરોના વોરિયર અને છેલ્લા ૪૩ દિવસથી કોરોના સામે લડી રહેલા એનેસ્થેટિક ડો. સંકેત મહેતાને ફેફસાના ઇલાજ માટે ચેન્નાઇ ખસેડાયા છે. તે એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં તબીબો દ્વારા મેડિકલ હિસ્ટ્રીના અભ્યાસ બાદ ત્રણ-ચાર દિવસ પછી ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કરાશે. ડો. સંકેતના ફેફસા કોરોનાને કારણે ૮૦થી ૯૦ ટકા ખરાબ થઇ ગયા છે.

સૌથી કમનસીબ વાત એ છે કે આ ડોક્ટરે પોતાનું માસ્ક અન્ય દર્દીનો જીવ બચાવવા માટે આપી દીધું હતું. જ્યારે આજે આ ડોક્ટર ખુદ કોરોનાગ્રસ્ત બન્યા છે ત્યારે તેમને સરકારની કોઈ મદદ મળી નથી. તેના કારણે ડોક્ટરોએ ડો.સંકેતને બચાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન છેડવાની ફરજ પડી છે. ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે એક કરોડનો ખર્ચ થાય તેમ છે. જેના માટે હાલમાં દરેક ડોક્ટરો યથાશક્તિ ફંડ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં અપીલના પગલે સુરતમાં એક જ દિવસમાં પચાસ લાખનું દાન એકત્ર થયું છે.

સુરતના એનેસ્થેટિક ડો. સંકેત મહેતાને ફેફસાના ઇલાજ માટે રવિવારે તામીલનાડુના ચેન્નાઇ ખસેડવામાં આવ્યા હતા. તેમને ચેન્નાઇ ખસેડવા માટે ખાસ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતથી સવાર એર એમ્બ્યુલન્સ નીકળી હતી. બપોરે ચેન્નાઇ પહોંચ્યા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ચેન્નાઇની પ્રખ્યાત મહાત્માં ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની ટીમે તેનો ઇલાજ શરૂ કર્યો હતો.

સુરતના એનેસ્થેટિક ડો. સંકેત મહેતા છેલ્લા ૪૩ દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે. તેની હાલમાં ઇકમો થેરાપી હેઠળ સારવાર ચાલતી હતી. ઇકમો થેરાપી હેઠળ લોહીને બહારથી શુદ્ધ કરીને શરીરમાં મોકલવામાં આવે છે. કોરોનાને કારણે ડો. સંકેતના ફેફસા ૮૦થી ૯૦ ટકા બ્લોક થઇ ગયા છે. ફેફસાની કોષિકાઓમાં પાણી ભરાઇ ગયું છે. તેથી, ફેફસાના કોષોની સ્થિતિસ્થાપકતા ઘટી ગઇ છે. તેથી, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન