આ રીતે કરો કપૂરનો ઉપયોગ, મળશે આ પ્રકારના દોષથી મુક્તિ - Sandesh
  • Home
  • Astrology
  • આ રીતે કરો કપૂરનો ઉપયોગ, મળશે આ પ્રકારના દોષથી મુક્તિ

આ રીતે કરો કપૂરનો ઉપયોગ, મળશે આ પ્રકારના દોષથી મુક્તિ

 | 12:32 pm IST

હિન્દુ ઘર્મમાં ગ્રહોથી જોડાયેલા વિવિધ દોષો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાંથી મુખ્ય છે પિતૃદોષ, વાસ્તુદોષ અને ગૃહદોષ. એવી માન્યતા છે કે જે વ્યક્તિની કુંડળીમાં આ પ્રકારના દોષ હોય છે, તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આવા લોકો તેમના કામમાં સફળ થતા નથી. તેમને કેટલાય પ્રયત્નો કર્યાં પછી પણ સફળતા મળતી નથી.

પણ જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્રકારના દોષથી મુક્તિ માટે ઘણી રીતો બતાવવામાં આવી છે. તેમાંથી એક છે કપૂરનો ઉપયોગ. કહેવામાં આવે છે કે પિતૃદોષ, વાસ્તુદોષ અને ગૃહદોષથી મુક્તિ અપાવવા માટે એક કપૂર સક્ષમ છે. આવો જાણીએ કે કપૂરના કેવા પ્રયોગથી આ પ્રકારના દોષથી મુક્તિ મેળવી શકાય છે.

વાસ્તુદોષ
રાત્રે સુતી વખતે રૂમમાં કપૂર સળગાવવું ઘણુ લાભકારક ગણવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ વાસ્તુદોષથી મુક્તિ મળે છે. તથા કપૂરને પાણીમાં નાખી ઘરમાં પોતુ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

પિતૃદોષ
આ માટે શુક્રવારના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં કપૂરનું દાન કરવું જોઇએ. તેમજ પૂજા-પાઠ અને આરતીમાં પ્રેમ પૂર્વક ભાગ લેવો જોઇએ.

ગૃહદોષ
ઘરમાં એક ચાંદીના વાસણમાં લવીંગની સાથે કપૂર સળગાવવું જોઇએ. આ દરમિયાન ધ્યાન રાખવું કે કિચન સાફ હોય અને દરવાજો ખુલ્લો હોય. કપૂરના સળગી ગયા બાદ જ ત્યાંથી જવું જોઇએ.