loves each other very much. These couples consider themselves to be one another soulmate.
  • Home
  • Featured
  • નથી સમજી શકતા એકબીજાની ભાષા, છતાંય આ કપલની દુનિયાભરમાં ચર્ચા, જાણો કેમ?

નથી સમજી શકતા એકબીજાની ભાષા, છતાંય આ કપલની દુનિયાભરમાં ચર્ચા, જાણો કેમ?

 | 1:23 pm IST


પ્રેમ ગમે ત્યાં અને ગમે તેની સાથે થઇ જાય છે. જેના માટે શબ્દોની જરૂરત પડતી નથી. આ વાતને એક જોડીએ સાબિત કરી દીધી છે. આજે અમે તમને એક એવા કપલ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે એક બીજાની ભાષા સમજી શકતા નથી. પરંતુ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. આ કપલ પોતાને એકબીજાના સોલમેટ માને છે. બન્ને એકબીજાથી એકદમ અલગ અલગ ક્ષેત્રથી સંબંધ રાખે છે. પરંતુ બન્નેના પ્રેમમાં કોઇ જ ઘટાડો થયો નથી.

વેસ્ટ મિડલેંડ્સના વૉલ્વર હૈમ્પ્ટનની રહેનારી 23 વર્ષની ક્લો સ્મિથની મુલાકાત 2 વર્ષ પહેલા ઇટલીમાં રહેનારી 25 વર્ષના ડેનિયલ મારિસ્કોથી ઇબીસાના એક નાઇટ ક્લબમાં થઇ હતી. આ બન્ને માને છે કે તેમનો લવ એટ ફર્સ્ટ સાઇટ છે. બન્ને પહેલી નજરમાં એક બીજાને દિલ આપી બેઠા. પરંતુ બાદમાં તેમને અનુભવ થયો કે તે એકબીજાને કેવી રીતે કોમ્યુનિકેટ કરે. ત્યારે આ બન્નેએ ગૂગલ ટ્રાન્સલેટરનો સહારો લીધો. બન્ને હવે સાથે વીડિયો જોઇએ છે જે તેમની ભાષામાં સબટાઇટલ્સની સાથે હોય છે.

ક્લોએ એક પગલું આગળ વધારતા આ સંબંધને અંજામ આપ્યો અને તેમની વાતો શેર કરવા માટે આ આકર્ષત રીત પસંદ કરી. આ બન્નેના મિત્રો તેમના લવને માત્ર હોલીડે લવનું નામ આપી રહ્યા હતા. જેને ટાઇમપાસ પણ કહે છે. પરંતુ આ બન્નેએ તેમના મિત્રોને ખોટા સાબિત કર્યા. હવે આ બન્ને 2 વર્ષથી એકબીજાની સાથે રહે છે. હવે તે લોકો એકબીજાની ભાષાને થોડીક થોડીક સમજવા લાગ્યા છે. તે લોકોને એકબીજાની ભાષા સમજવા માટે ટીચરની જરૂરિયાત નથી. બન્ને અંગ્રેજી અને ઇટાલિયન મિક્સ ભાષામાં બોલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન