can you count how many elephant in this viral video
  • Home
  • Featured
  • શું તમે જણાવી શકો કે આ વીડિયોમાં કેટલા હાથી છે? વીડિયો જોઈ લોકો માથું ખંજવાળવા લાગ્યા!

શું તમે જણાવી શકો કે આ વીડિયોમાં કેટલા હાથી છે? વીડિયો જોઈ લોકો માથું ખંજવાળવા લાગ્યા!

 | 5:16 pm IST

એલિફન્ટ ગ્રૂપે ટ્વિટર પર લોકોને મુંજવણમાં મૂકી દીધા છે. થોડા દિવસો પહેલા વાઇલ્ડલેન્સ ઇકો ફાઉન્ડેશનના એક એનજીઓએ એક ફોટો શેર કર્યો હતો જેમાં એક હાથીનું ટોળું પાણી પી રહ્યું હતું. તસવીરમાં જોઇ શકાય છે કે એક લાઈનમાં હાથીઓ એક પછી એક પાણી પી રહ્યા છે. પરંતુ વાત એ નથી. વાત એમ છે કે આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એમાં 7 હાથીઓ છે. આ સાંભળીને લોકો માથું ખંજવાળવા લાગ્યા છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સેંકડો લોકોએ આ પોસ્ટ લાઈક કરી. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તેઓ ફ્રેમમાં ફક્ત ચાર હાથીને જ જોઈ શકે છે. સાત હાથી નથી દેખાતા. હવે બધાને જવાબ આપવા માટે અને મુંજવણ દુર કરવા માટે એક વીડિયો શેર કર્યો છે અને જેમાં લોકોને સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયોમાં 7 હાથી હતા. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન