Canada In Five Gujarati Youths By Ganpati Festival establishment, will be celebrated with fanfare
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેનેડામાં પાંચ ગુજરાતી યુવાનોને ગણેશોત્સવની યાદ આવતા વીડિયો જોઇ મૂર્તિ બનાવી, 10 દિ’ કર્યું અનોખું કામ

કેનેડામાં પાંચ ગુજરાતી યુવાનોને ગણેશોત્સવની યાદ આવતા વીડિયો જોઇ મૂર્તિ બનાવી, 10 દિ’ કર્યું અનોખું કામ

 | 10:11 am IST
  • Share

કેનેડામાં રહેતા સુરતના ત્રણ સહિત પાંચ ગુજરાતી યુવાનોએ ગણપતિ બપ્પાની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ પહેલાં કેનેડામાં સેટ થયેલા ભીમપોરના દિશંત પટેલને સુરતના ગણેશોત્સવની યાદ આવતી હતી, તેથી, મિત્રોએ વેન્કુવર શહેરમાં બાપ્પાની સ્થાપના કરી હતી. દસ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી એ વેપારી પ્રજા છે. ગુજરાતના લાખો લોકો વેપાર કરવા માટે દેશ-વિદેશમાં ફેલાયેલા છે, તેથી ગણેશોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારો ગ્લોબલ બન્યા છે. હજીરાનો દિશંત પટેલ ત્રણ વર્ષ પહેલાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે કેનેડા ગયો હતો. કેનેડામાં તેણે એનર્જી મેનેજમેન્ટ પર માસ્ટ ડિગ્રી મેળવતા તેને વેન્કુવરમાં નોકરી મળી ગઇ હતી. બાદમાં કેનેડામાં પી.આર. (પરમાનેન્ટ રેસિડન્સી) મળી ગયા હતા. તે દાદા-દાદી અને કાકા-કાકી સહિતના પરિવાર સાથે કેનેડામાં સેટલ થઇ ગયો છે.

કેનેડાના વેન્કુવર શહેરમાં તેને સુરતના ગણેશોત્સવની યાદ આવતી હતી. તેથી, મિત્રો સાથે મળીને કેનેડામાં ગણેશોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો હતો. દિશંત પટેલ (ભીમપોર), દક્ષ ખોલવડવાલા (નાનપુરા), અક્ષય પ્રજાપતિ (મહેસાણા), ક્રિશ પટેલ (ભીમપોર) અને મિતેશ પટેલ (અમદાવાદ) સહિત પાંચ મિત્રોએ ગણપતિ સ્થાપનાનો નિર્ણય કર્યો હતો, પરંતુ, વેન્કુવર મૂર્તિ મળતી ન હતી, તેથી તેમણે જાતે માટીની મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પાંચેય મિત્રોએ સાથે મળીને માટીની મૂર્તિ તૈયાર કરી હતી. બાદમાં મૂર્તિની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી તેની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં વેન્કુવર શહેરમાં દરિયામાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આમ, સુરતના ત્રણ સહિત પાંચ ગુજરાતી યુવાનોએ કેનેડામાં ગણેશોત્સવની ભવ્ય પરંપરા જીવંત રાખી છે.

દરરોજ ભોજન પ્રસાદ પીરસાયો હતો

દિશંત પટેલે જણાવ્યું હતું કે ગણેશોત્સવના દસે દિવસ આરતી બાદ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. વેન્કુવરમાં રહેતા ભારતીય લોકો બાપ્પાના દર્શન કરવા મોટી સંખ્યામાં આવતા હતા. દરેક ભક્તને પ્રસાદ આપવામાં આવતો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો