Canada lifted the ban on direct flights between Delhi and Toronto
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હી-ટોરન્ટો વચ્ચે આજથી સીધી ફ્લાઇટ કેનેડાએ પ્રતિબંધ દૂર કર્યો

દિલ્હી-ટોરન્ટો વચ્ચે આજથી સીધી ફ્લાઇટ કેનેડાએ પ્રતિબંધ દૂર કર્યો

 | 8:10 am IST
  • Share

કેનેડાએ ભારતમાંથી ડાયરેક્ટ આવતાં વિમાનો ઉપરનો પ્રતિબંધ હટાવી લેતાં ચાર મહિના બાદ દિલ્હી અને ટોરન્ટો વચ્ચે બુધવારથી વિમાન સેવાનો આરંભ થશે. કેનેડાની સૌથી મોટી એરલાઇન એર કેનેડા બુધવારથી ભારતમાં વિમાન સેવાનો આરંભ કરશે. નોંધનીય છે કે દેશમાં કોવિડ-૧૯ રોગચાળાનો સેકંડ વેવ પ્રસરી જતાં એપ્રિલમાં કેનેડાએ ભારત સાથેની ડાયરેક્ટ કનેક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

કેનેડાએ પ્રતિબંધિત દેશોની યાદીમાંથી ભારતને દૂર કરતાં એર કેનેડાએ નવી માર્ગરેખાના અમલ સાથે દિલ્હી અને ટોરન્ટો વચ્ચેની સીધી નોનસ્ટોપ ફ્લાઇટ શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. ડબ્લ્યૂએચઓ દ્વારા મંજૂર કરવામાં આવેલી વેક્સિન લીધેલા પ્રવાસીઓએ ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ર્ટિમનલ-૩ ખાતે આવેલ લોંજ અને કોવિડ-૧૯ ટેસ્ટિંગ સેન્ટરમાંથી ડિપાર્ચરના 18 કલાકની અંદરના સમયમાં રેપિડ પીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જરૃરી છે, ભારતમાં કોઇપણ અન્ય સ્થળની ક્લિનિકમાં કરાવવામાં આવેલા ટેસ્ટને માન્ય ગણાશે નહીં.

અગાઉ કેનેડા ભારતમાંથી આવતા પ્રવાસીઓ પાસેથી કેનેડામાં પ્રવેશ માટે થર્ડ કન્ટ્રીમાં કરાવવામાં આવેલ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ માંગતું હતું. આ જરૃરિયાતને હવે પડતી મૂકવામાં આવી છે. એર કેનેડાએ જણાવ્યું હતું કે જે પેસેન્જર્સ પાસે પોઝિટિવ આરટી-પીસીઆર ટેસ્ટ ર્સિટફિકેટ હશે તે લોકો પણ પ્રવાસ કરી શકશે, જો કે તેના માટેની શરત એ છે કે આ રિપોર્ટ પ્રવાસીની યાત્રાના 14થી 180 દિવસથી વધારે જૂનો ના હોવો જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો