શેરવાની પહેરી સવાયા ભારતીય બન્યા, દિવાળીના દીપ પ્રગટાવ્યા, જાણો કોણ છે આ પરદેશી પાન - Sandesh
  • Home
  • Featured
  • શેરવાની પહેરી સવાયા ભારતીય બન્યા, દિવાળીના દીપ પ્રગટાવ્યા, જાણો કોણ છે આ પરદેશી પાન

શેરવાની પહેરી સવાયા ભારતીય બન્યા, દિવાળીના દીપ પ્રગટાવ્યા, જાણો કોણ છે આ પરદેશી પાન

 | 3:45 pm IST

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એ ભારતીયો  સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જસ્ટિન શેરવાની પહેરીને આવ્યા હતા. તેમણે કેનેડામાં રહેતા ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભારતના ઉચ્ચાયુક્ત વિકાસ સ્વરૂપ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રૂડો દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે.

ટ્રૂડોએ  કાર્યક્રમમાં દિવો પ્રગટાવતો પોતાનો એક ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. કેનેડાની વસતી 3.66 કરોડ છે, તે પૈકી 10 લાખથી વધુ ભારતીયો અને 5 લાખથી વધુ હિન્દુ છે.
જુલાઇમાં ટ્રૂડો ટોરન્ટોના બાપ્સ સ્વામિનારાયણ મંદિરના 10માં સ્થાપના સમારંભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પણ તેઓ કુર્તા-પાયજામા પરિધાન હતાં અને તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જળાભિષેક કર્યું હતું.