કેનેડાના વડાપ્રધાન જસ્ટિન સીરિયન શરણાર્થી શિબિરમાં મળ્યા જસ્ટિનને

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સીરિયન શરણાર્થી શિબિરમાં તેમના જ નામના બાળકને મળ્યા હતાં. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ગોદમાં બાળ જસ્ટિન ટ્રુડો જતાં જ મીઠી નિંદરમાં સરી પડ્યો હતો. લાગણીશીલ આ ફોટો કેનેડાના વડાપ્રધાનના ફોટોગ્રાફર એડમ સ્કોટીએ તેમના ટ્વિટર પેજ પર ટ્વિટ કર્યો છે. બાળ જસ્ટિન ટ્રુડો સીરિયન માતા-પિતાનું સંતાન છે.
જસ્ટન ટ્રુડોએ તેમના નામ સાથે બાળકનુ નામ રાખવા બદલ તેના માતા-પિતાનો આભાર માન્યો હતો. અઢી વર્ષના આ બાળકનું સંપૂર્ણ નામ જસ્ટિન ટ્રુડો એડમ બિલાન છે. સીરિયાના શરણાર્થી દંપતિએ કેનેડાના વડાપ્રધાનને જણાવ્યું હતું કે મે માસમાં કેલગરીમાં બાળ જસ્ટિનનો જન્મ થયો હતો. બાળ જસ્ટિનની માતાનું નામ આરફા બિલાન અને પિતાનું નામ મોહમ્મદ બિલાન છે.
.@JustinTrudeau met Justin-Trudeau Adam Bilal in #Calgary today. Background: https://t.co/u91OQexycZ #cdnpoli pic.twitter.com/qA2kvBXeXn
— Adam Scotti 🇨🇦📷 (@AdamScotti) July 15, 2017
તેમણે જણાવ્યું હતું કે હાલમાં સીરિયામાં આંતર વિગ્રહનો આંતક છે. આ કારણે થોડાક મહિના અગાઉ તેઓ કેનેડા હિજરત કરી આવ્યા હતાં. તેઓ સીરિયાની રાજધાની દમાસ્કસના રહેવાસી છે.
બાળકના માતા-પિતાએ જણાવ્યું હતું કે કેનેડાએ મોટી સંખ્યામાં સીરિયાના શરણાર્થીઓને આશરો આપ્યો છે. તેનાથી તેઓ ખુબ જ ખુશ છે.