કેનેડાની પીડિતાએ કહ્યું કે મારે પૈસા નથી જોઈતા,ન્યાય જોઈએ છે: એડવોકેટ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • કેનેડાની પીડિતાએ કહ્યું કે મારે પૈસા નથી જોઈતા,ન્યાય જોઈએ છે: એડવોકેટ

કેનેડાની પીડિતાએ કહ્યું કે મારે પૈસા નથી જોઈતા,ન્યાય જોઈએ છે: એડવોકેટ

 | 2:50 pm IST

કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ૩૦ ર્વિષય ગુજરાતી યુવતી પર દુષ્કર્મ ગુજારી ભૂગર્ભમાં ઊતરી ગયેલા હવસખોર સુજ્ઞોય સ્વામી ઊર્ફે નિલકંઠ પટેલની પાપે ડિપ્રેશનમાં સરી પડેલી યુવતીએ તેમની મહિલા વકિલને જણાવ્યું હતું કે, મારી લાઇફનું શું થશે ? મારાં પિતાનું પણ બીપી હાઇ થઈ ગયું છે, મારે પૈસા જોઈતા નથી, ન્યાય જાઈએ છે.

કેનેડામાં સોખડા સ્વામીનારાયણ મંદિરના પૂર્વ સાધુ સુજ્ઞોય સ્વામી ઊર્ફે નિલકંઠની પાપલીલાનો શિકાર બનેલી યુવતીએ ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નિલકંઠની નીચ હરકતો અંગેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતાં જ સોખડા સ્વામીનારાયણ મંદિરની શાખ બચાવવા કેટલાક સાધુઓ તેમજ વગદાર સત્સંગીઓ મેદાનમાં આવી ગયા છે. કેનેડામાં રહેતાં કેટલાક સાધુઓ તેમજ સત્સંગીઓએ તારાં કારણે સંપ્રદાય બદનામ થયો છે, બીજા બધા પણ હેરાન થઈ રહ્યાં છે, તેમ કહીને તેને ટોર્ચર કરી રહ્યાં છે. જેને લઈ યુવતી ડિપ્રેશનમાં સરી પડી છે, તેનાં પિતાનું પણ બીપી હાઇ થઈ ગયું છે, તેમ જણાવતાં પીડિતાનાં વકીલ સોનલબેન જોષીએ ઉમેર્યું કે, યુવતી જ્યારે હરિપ્રસાદ સ્વામી અને નિલકંઠ પટેલને નોટિસ આપવા માટે મારો સંપર્ક કર્યો હતો, ત્યારે મેં તેને પૂછી લીધું હતું કે, તું પૈસા માટે તો આ કરતી નથી ને? ત્યારે યુવતીએ કહ્યું હતું કે, મારે પૈસા જોઈતા નથી, મારે ન્યાય જોઈએ છે. એટલા માટે જ મેં તેનો કેસ હાથમાં લઈ સોખડા મંદિરના વડા હરિપ્રસાદ સ્વામીને નોટિસ મોકલી હતી. યુવતી લડતના મૂડમાં છે, અત્યાર સુધી જોતાં તે સમાધાન કરી લે તેવું મને લાગતું નથી, સમાધાન કરવાનું હોત તો પોલીસ ફરિયાદ કરતી નહીં, પરંતુ તેમના પર સંપ્રદાયનું દબાણ જબરજસ્ત છે, તે વાત ચોક્કસ છે.

સુજ્ઞોયદાસનો કોઈ પત્તો નથી, પરિચિતોએ જ સંતાડયો હોવાની ચર્ચા
કેનેડામાં યુવતી પર દુષ્કર્મ ગુજારી અહીં ભાગી આવેલા પાખંડી સુજ્ઞોયદાસ ઊર્ફે નિલકંઠનો છેલ્લા કેટલાક દિવસોથી કોઈ અતોપત્તો નથી. નિલકંઠની સાથે તેનો આખો પરિવાર ઘરે ખંભાતી તાળાં મારી ફરાર થઈ ગયો છે. નિલકંઠ પટેલને પરિચીતોએ જ સંતાડયો હોવાની ચર્ચા છે. પોતાને નિર્દાેષ જાહેર કરતો વીડિયો યુ-ટયુબ પર અપલોડ કર્યા બાદ નિલકંઠ હજૂ સુધી સામે આવ્યો નથી.