ચીનની નવી સામ્રાજ્યનીતિ,ઘણાં દેશોની રાજકીય બાબતો પર ઊભું કરી રહ્યું છે જોખમ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનની નવી સામ્રાજ્યનીતિ,ઘણાં દેશોની રાજકીય બાબતો પર ઊભું કરી રહ્યું છે જોખમ

ચીનની નવી સામ્રાજ્યનીતિ,ઘણાં દેશોની રાજકીય બાબતો પર ઊભું કરી રહ્યું છે જોખમ

 | 9:10 pm IST

કેનેડાએ ચીનની નવી રણનીતિ માટે દુનિયાને સાવધાન કર્યા છે. કેનેડાના સિક્યોરિટી ઈન્ટેલિજિન્સ સર્વિસિસ (CSIS) તરફથી દાવો કરવામાં આવ્યો કે, ચીન પોતાના આર્થિક સંબંધો અને વર્ચસ્વનો ઉપયોગ કરી સહકારી દેશોની રાજકીય બાબતોમાં દખલ કરી શકે છે. ચીન અંગે CSISના એક રિપોર્ટમાં લોકશાહી પ્રણાલીમાં વિદેશી દખલગીરીના કારણે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છેકે, ચીન પોતાના ફાયદા માટે ન્યૂઝીલેન્ડને ટાર્ગેટ કરી રહ્યું છે.

કેનેડામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ન્યૂઝીલેન્ડમાં ચીન તરફથી રાજકીય દખલ સંબંધિત પ્રવૃતિઓ હવે એક ક્રિટિકલ લેવલ પર પહોંચી ગઈ છે. આ લેખમાં દાવો કરવામાં આવ્યો છેકે, પેઇચિંગ આ પ્રકારની રણનીતિ જાણકારીઓ અને સંસાધનો સુધી પોતાની પહોંચ વધારવા માંગે છે, જેથી ન્યૂઝીલેન્ડની રાજકીય વ્યવસ્થા પર જોખમ આવી જાય.

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છેકે, ચીન ધાક-ધમકી અને લાલચનો ઉપયોગ કરી વેપારી અને રાજનીતિક હિતોનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કરતું રહ્યું છે. જેની મદદથી તાઈવાનમાં અને દક્ષિણ ચીન સાગર અંગે પોતાના વિવાદમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માંગે છે. એટલું જ નહીં રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છેકે, ચીન પોતાના વેપાર, ટેકનીક અને ઈન્ફાસ્ટ્રક્ચર વિસ્તારવા માટે પોતાની કોમર્શલ સ્થિતિનો ઉપયોગ કરશે અને પછી તેનો ગુપ્તચર રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળ અંગે ટિપ્પણી કરતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, ચીન દ્વારા વિદેશ માટે રહેતા લોકોને સલાહ સૂચન આપે છે અને તેમનું આયોજન કરે છે અને તેમનો ઉપયોગ ચીનના વિદેશનીતિમાં એજન્ટ તરીકે ઉપયોગ કરવા માટે કરે છે. જિનપિંગે પીપલ-ટુ-પીપલ, પાર્ટી-ટુ-પાર્ટીની સાથે સાથે વિદેશમાં ઉદ્યોગ વેપાર કરતાં લોકો સાથે પણ સંબંધો મજબૂત કરવા પર ધ્યાન આપ્યું છે. જેના દ્વારા ચીન વિદેશનીતિના નામે વિદેશમાં વસતાં લોકોની સાથે પણ પોતાનો સહકાર વધારવા માંગે છે.