Cancellation of Non-Secretarial Examination, stat Home Minister made the announcement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • Sandesh News Impact: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

Sandesh News Impact: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

 | 7:10 pm IST
  • Share

રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષાને લઇ ખુબ જ વિવાદો ઉદ્ભવ્યા હતા. ગાંધીનગર ખાતે પરીક્ષાર્થીઓ (ઉમેદવારો) દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓએ તેમને સપોર્ટ પણ કર્યો હતો. આ પરીક્ષામાં ભાજપના નેતા જ ગેરરીતી કરતા ઝડપાયા હતાં. સૌરાષ્ટ્રના ગોંડલની એમ.બી. કોમર્સ કોલેજમાં કોંગ્રેસનાં આગેવાન દિનેશ પાતરે જનતા રેડ કરતા ભાજપનાં પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપતો હોવાનું સામે આવ્યું હતું. હવે રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરી દેવામા આવી છે.

તમને જણાવી દઇએ કે, આ પરીક્ષા રદ્દ થતા ગુજરાતના લગભગ 9 લાખ જેટલા ઉમેદવારોને ફાયદો થશે. સાથે જ પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું હતું ક પરીક્ષા દરમિયાન જે લોકો મોબાઇલ લઇને આવ્યા હતા તેમના વિરૂદ્ધ પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. અને જે લોકોએ પરીમાં ગેરરીતી આચરી છે તેઓને ક્યારેય સરકારી પરીક્ષામાં બેસવામાં નહી આવે તેવી કાર્યવાહી કરી દાખલો બેસાડશું. સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એ વાત પણ માની હતી કે, પરીક્ષા પહેલા પેલર લીક થયુ હતું. અને હવે આગળ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાના નિર્ણયને ઉમેદવારોએ આવકાર્યો હતોસ અને તેમનો આભાર માન્યો હતો સાથે જ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા ખુબ જ જલ્દી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા ઉમેદવારોના અવાજને વાચા આપવામાં આવી હતી. અને ઉમેદવારો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા ‘ન્યાય આપો’ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં રાજ્યના ઉમેદવારો જોડાયા હતા. સંદેશ ન્યૂઝ તે સમયે રાજ્યના મંત્રીઓને ફોન કોલ પણ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન મોટા ભાગના નેતાઓએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી.

બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા રાજ્યના ઉમેદવારોએ Sandesh Newsનો આભાર માન્યોહતો. સાથે જ રાજકોટના ઉમેદવારોએ સરકારને એવી ખાતરી આપવા પણ જણાવ્યુ કે, હવેથી જે પણ પરીક્ષા લેવામાં આવે તે પારદર્શિતાથી લેવામાં આવે. સાથે જ તેમણે એવી પણ માંગ કરી હતી કે, બિનસચિવાલયની પરીક્ષામાં જે લોકોએ ગેરરીતી કરી હતી તેઓને કડકથી કડક સજા કરવામાં આવે. સાથે જ આ રદ્દ કરવામાં આવેલી પરીક્ષા ખુબ જ જલ્દી લેવામાં આવે તેવી માંગ કરી હતી.

તમને જણાવી દઇએ કે, આ પહેલા બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતી થયાના પૂરાવા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા અને બાદમાં આ અંગે રાજ્ય સરકાર દ્વારા પત્રકાર પરિષદ યોજીને તેના વિશે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમા રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષામાં ગેરરીતી થયાના પૂરાવા મળ્યા છે. અને પરીક્ષામાં ગેરરીતી આચરનારા તમામ લોકો વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવશે, સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ SITની રચના પણ કરી હતી.

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી અને જાણકારી આપવામાં આવી હતી કે, 17 નવેમ્બરના રોજ યોજાયેલ બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવશે નહી. અને SITની રચના બાદ દોષી લોકો વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવશે, બિનસચિવાલયની પરીક્ષા અંગર્ગત તેમજ SITના રિપોર્ટના અંતે મુખ્યમંત્રી તેમ જ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ્ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન