ઉમેદવારો ફાઈનલ કરવા આજે સાંજે દિલ્હીમાં મોદી સાથે બેઠક - Sandesh
NIFTY 10,977.85 -30.20  |  SENSEX 36,380.62 +-139.34  |  USD 68.5800 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઉમેદવારો ફાઈનલ કરવા આજે સાંજે દિલ્હીમાં મોદી સાથે બેઠક

ઉમેદવારો ફાઈનલ કરવા આજે સાંજે દિલ્હીમાં મોદી સાથે બેઠક

 | 5:08 am IST

ગાંધીનગર, તા.૧૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બુધવારે સાંજે દિલ્હીમાં ભાજપ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ૧૮૨ બેઠકો માટે ઉમેદવારનું નામ ફાઈનલ થઈ જશે. આ બેઠક બાદ ગુરૂવારથી ભાજપ પોતાના સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાતો કરે તેવી શક્યતા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષપદે યોજનારી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ગુજરાત પ્રદેશ તરફથી સુચવાયેલા ત્રણ-ત્રણ ઉમદેવારોના નામો સાથેનું પ્રેઝન્ટેશન થશે. વડાપ્રધાન મોદી સમક્ષ એક-એક બેઠકદિઠ ઉમેદવારો નક્કી કરવામાં આવશે. એમ કહેતા રાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યુ કે ”ગુજરાત પ્રદેશ તરફથી ઉમેદવારોના નામોની દરખાસ્ત સામે એક-એક બેઠક માટે અમારો રિપોર્ટ પણ હશે. આ બંને તરફ પરસ્પર સરખામણી બાદ આખરી ઉમેદવારનો નિર્ણય લેવાશે. એટલા માટે જ ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોને પણ રૂબરૂ બોલાવાયા છે” ગુજરાતમાં ચૂંટણી બે તબક્કે છે આથી, ઉમેદવારોના નામોની જાહેરાત મોડામાં મોડા ૧૯મી નવેમ્બરને રવિવારથી બે કે ત્રણ તબક્કે થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં અગાઉ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પણ હાજર રહેવાના હતા. જો કે, હવે તેઓ બુધવારે દિલ્હી જઈ રહ્યા નથી.  આના કારણે આ બેઠકમાં આનંદીબહેનની ગેરહાજરી ભાજપમાં ચર્ચાનો વિષય બની છે.

;