Candidates remaining in PSI recruitment will be able to apply till October 30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • PSIની ભરતીમાં રહી ગયેલા ઉમેદવારોને વધુ એક તક, આ તારીખ સુધી અરજી કરો…

PSIની ભરતીમાં રહી ગયેલા ઉમેદવારોને વધુ એક તક, આ તારીખ સુધી અરજી કરો…

 | 6:59 am IST
  • Share

  • ૨૧ માર્ચ, ૨૦૨૧ પછીના લાયક ઉમેદવારોને ભરતીમાં ભાગ લેવા તક અપાઈ
  • PSIની ભરતીમાં રહી ગયેલા ઉમેદવારો ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકશે
  • લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે

ગુજરાત પોલીસ દળ વર્ગ- 3માં સબ ઈન્સ્પેક્ટર- PSIની ભરતીમાં કોરોનાના કારણે ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને વધુ એક તક આપવામાં આવી છે. 31 માર્ચ, 2021 પછીના લાયક ઉમેદવારો કોરોનાના કારણે ફોર્મ ભરી શક્યા નહોતા. જેથી આ ઉમેદવારો ૨૦ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકે તેના માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં PSIની 1,382 જગ્યાઓ સામે 4 લાખ યુવાનોએ ઉમેદવારી કરી છે. આ અંગે આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે એ પણ જાહેર કર્યું છે કે લોક રક્ષકની ટુંક સમયમાં જાહેરાત આપવામાં આવશે.

ગત 15મી માર્ચ 2021ની PSI ભરતીની જાહેરાત અપાઈ હતી. પરંતુ, કોવિડ-૧૯ના કારણે તે મોકૂફ રખાઈ. જે હવે ટૂંક સમયમાં ચાલુ થશે. માર્ચ મહિનાની આ ભરતીમાં કોરોનાને કારણે જે યુવાનો અરજી કરવાની તક ચૂકી ગયા છે તેમને ઉમેદવારી કરવાની વધુ એક તક આપવા પોલીસ ભરતી બોર્ડે નિર્ણય કર્યો છે.

આ સાથે જ 15 માર્ચ 2021ની ઉક્ત ભરતી માટે નવેમ્બર મહિનામાં ફિજિકલ ટેસ્ટના આયોજનની જાહેરાત થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો