Diana penty look gorgeous in trench coat and high boots
  • Home
  • Featured
  • Photos: કાન્સમાં છવાયો ડાયનાનો જાદૂ, એન્જેલિના જોલી સાથે થઈ રહી છે સરખામણી

Photos: કાન્સમાં છવાયો ડાયનાનો જાદૂ, એન્જેલિના જોલી સાથે થઈ રહી છે સરખામણી

 | 10:53 am IST

બોલીવુડ એકટ્રેસ ડાયના પેંટી આ વર્ષે પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રીજા દિવસે ડાયનાનો લુક એન્જેલિના જોલીથી ઇંસ્પાયર છે. આ વાતની સ્પષ્ટતા ખુદ ડાયનાએ કરી છે.

ફ્રેંચ રિવેરામાં થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ચોથા લુકમાં ફિલ્મ કોકટેલની એકટ્રેસ ડાયના પેંટી Bluemarine બ્રાંડની ફ્લોરલ પ્રિંટેડ લોન્ગ ટ્રેંચ સ્લિટ કોટમાં નજર આવી હતી. ડાયનાએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેણે ફોટાના કેપ્શનમાં લખ્યુ છે કે “Channeling my inner Jolie.”

ડાયનાએ પોતાના ડ્રેસ સાથે બ્લેક લોન્ગ બૂટ્સ અને બ્લેક બેગ કેરી કરેલ છે. પોતાના લુકને હાઈલાઈટ કરતા ડાયનાએ ગોલ્ડન એરીંગ્સ પહેર્યા છે. વાળને વચ્ચેથી પાર્ટીગ કરી પોનીટેલ લીધી છે. ડાયનાની સરખામણી એન્જેલિના સાથે થઈ રહી છે.

ડાયનાએ પોતાના લુકને ગ્લેમરસ ટચ આપવા માટે ડ્રેસના કલરના મેચિંગને પિંક મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. પિંક આઈ મેકઅપ અને પિંક લિપસ્ટિકમાં ડાયના ખુબજ આકર્ષક લાગી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પ્રિયંકા ચોપડાથી લઈને દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન