priyanka chopra and nick jonas steal some romantic moments at cannes
  • Home
  • Featured
  • Photos: કાન્સમાં પ્રિયંકાનો રેડ લુક આઉટ, નિક સાથે જામી કેમેસ્ટ્રી

Photos: કાન્સમાં પ્રિયંકાનો રેડ લુક આઉટ, નિક સાથે જામી કેમેસ્ટ્રી

 | 11:55 am IST

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ Cannesના રેડ કાર્પેટ પર નજર આવ્યા હતા અને આ કપલે દર્શકોના દિલ જીતી લીધા હતા. રેડ કાર્પેટ સિવાય પણ તેમની રોમાટિંક તસ્વીરો હાલ ચર્ચામાં છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ ધમાકેદાર ડેબ્યુ કર્યું છે. કાન્સમાં પ્રિયંકાના અત્યાર સુધીમાં કેટલાક લુક સામે આવ્યા છે. દરેક વખતે પ્રિયંકા આકર્ષક લાગી રહી હતી.

પ્રશંસકોને પ્રિયંકાનો દરેક લુક પસંદ આવી રહ્યો છે. 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાતમા લુકમાં પ્રિયંકા ડિઝાઈનર Tommy Hilfigerની સ્ટનિંગ રેડ શિમરી ગાઉનમાં જોવા મળી હતી. પ્રિયંકાનું ગાઉન ઉપરથી લુઝ અને નીચેથી ટાઈટ ફીટ છે. 

પ્રિયંકાએ પોતાના લુકને ગોલ્ડન એરીંગ્સ સાથે કમ્પ્લીટ કર્યુ છે. જ્યારે વાળને પોનીટેલ બાંધ્યા છે. ઓરેંજ શિમરી ડ્રેસ સાથે પ્રિયંકાએ બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ અને બ્રાઉન લિપસ્ટિક તેને ગ્લેમરસ લુક આપી રહ્યો છે.

પ્રિયંકા ચોપડાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લુક સાથે ખુબજ પ્રયોગ કર્યા છે. તમામ આઉટફિટમાં પ્રિયંકાનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. નિકે ગોલ્ડન કોટની સાથે બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતુ. પ્રિયંકા અને નિકની કેમેસ્ટ્રી જોવા જેવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન