NIFTY 10,224.95 -96.80  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4200 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Cannes 2017: ફ્રાન્સ પહોંચી દીપિકા, ક્લિક કરીને જાણી લો વધુ વિગતો

Cannes 2017: ફ્રાન્સ પહોંચી દીપિકા, ક્લિક કરીને જાણી લો વધુ વિગતો

 | 11:37 am IST

કાલથી કાન્સ ફેસ્ટિવલની દબદબાભેર શરૂઆત થશે. આ ફેસ્ટીવલ 28 મે સુધી ચાલશે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે કાન્સમાં પહોંચી ચૂકી છે. દીપિકા ફ્રાન્સના એરપોર્ટ પર ક્લિક થઇ હતી. તે યલો ટોપ અને રિપ્ડ બ્લુ જીન્સમાં એકદમ મસ્ત લાગી રહી હતી. દીપિકા સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન અને સોનમ કપૂર રેડ કાર્પેટ પર દેખાશે. આ ત્રણેય અભિનેત્રીઓ ફેશન બ્રાન્ડ લોરિઅલ પેરિસનું પ્રતિનિધિત્વ કરતી દેખાશે.

તમને જણાવી દઇએ કે, દીપિકા 17 મેથી 28 મે દરમિયાન પોતાનું અપિયરન્સ આપશે. 2010માં તે Chivas Regalની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળી હતી. જો કે ભારત માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા 2001થી અને સોનમ 20111થી કાન્સ ફેસ્ટિવલમાં જાય છે. આમ, ગયા વર્ષે ઐશ્વર્યા કાન્સ રેડ કાર્પેટ પર તેની પર્પલ લિપસ્ટીકથી ચર્ચામાં હતી. જે પછી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. ઐશ્વર્યા 19-20 મે અને સોનમ 21-22 મેના રોજ રેડ કાર્પેટ પર આવશે. આ ઉપરાંત હોલિવુડ અભિનેત્રીઓ જુલિયન મૂર અને ઈવા લોન્ગોરિયા પણ લોરિયલ પેરિસનું પ્રતિનિધિત્વ કરશે.