કાન્સમાં છવાઈ બોલિવૂડ બેબ્સ દીપિકા પદુકોણનો સ્ટાઇલિશ અંદાજ  - Sandesh
  • Home
  • World
  • કાન્સમાં છવાઈ બોલિવૂડ બેબ્સ દીપિકા પદુકોણનો સ્ટાઇલિશ અંદાજ 

કાન્સમાં છવાઈ બોલિવૂડ બેબ્સ દીપિકા પદુકોણનો સ્ટાઇલિશ અંદાજ 

 | 2:39 am IST

સ્ટાઇલિશ અને ગોર્જિયસ એક્ટ્રેસમાંની એક દીપિકા પદુકોણે ૭૨મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે ફ્રાન્સ પહોંચી ગઈ છે. કાન્સમાંનો પહેલો લુક દીપિકા પદુકોણે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે ગુરુવારે મોડી સાંજે શેર કર્યો હતો. રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ કલરના લોંગ ટ્રેલવાળા થાઇ હાઇ સ્લીટ ડ્રેસમાં તેનું આકર્ષણ જામી રહ્યું હતું. રિવર્સ કેટ આઈ લુકમાં દીપિકા પર્ફેક્ટ જોવા મળી હતી. ગુરુવારે રાત્રે દીપિકાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ક્રીમ ગાઉનમાં એન્ટ્રી મારી હતી. તો બીજા દિવસે અભિનેત્રીએ બ્લૂ સ્ટ્રીપ ડ્રેસમાંની પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પતિ રણવીરસિંહે કમેન્ટ કરી 

દીપિકાના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનના લુકની પ્રશંસા તેના પતિ રણવીરસિંહે સોશિયલ મીડિયા પર કરી હતી. રણવીરે કમેન્ટ કરી હતી કે એલીગેન્સની મુરત, તો અન્ય તસવીરોમાં બેબી એવી કમેન્ટ કરી હતી. ક્લોઝઅપ તસવીરો પર રણવીરે ર પાસ એવી કમેન્ટ કરી હતી.

ગોર્જિયસ અને સ્ટનિંગ લુકમાં પ્રિયંકા ચોપરા જોનાસ 

ગુરુવારે પ્રિયંકા ચોપરા જોનાસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. અભિનેત્રી રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ બરગંડી સ્પાર્કલિંગ સ્ક્વીન ગાઉનમાં જોવા મળી હતી તેમ જ બીજા દિવસે અભિનેત્રી વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે એચઆઈવી / એડસ પર બનેલી ડોક્યુમેન્ટરી ફાઇવબીની સ્ક્રીનિંગ અટેન્ડ કરી હતી. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ પોતાના બંને દિવસોની તસવીરો અપલોડ કરી હતી. વ્હાઇટ ડ્રેસમાંનો અભિનેત્રીનો લુક લેડી ડાયનાના અપિયરન્સથી પ્રેરિત હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન