NIFTY 9,794.15 +83.35  |  SENSEX 31,449.03 +235.44  |  USD 64.1150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Cannes2017: ઐશ્વર્યાનો સિન્ડ્રેલા લુક જોઇ અભિષેકે ભરપેટ કર્યા વખાણ, તસવીર કરી શેર

Cannes2017: ઐશ્વર્યાનો સિન્ડ્રેલા લુક જોઇ અભિષેકે ભરપેટ કર્યા વખાણ, તસવીર કરી શેર

 | 8:37 am IST

70મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગત બુધવારથી શરૂ થઇ ગયો છે. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 16મી વખત ભાગ લઇ રહી છે. આ ફિલ્મ ફેસ્વિટલમાં દુનિયાભરની સૌથી સુંદર ફિચર અને ડોક્યૂમેન્ટ્રી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને રેડકાર્પેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરે છે.

Love this photo….. Oh yes, and the beautiful lady in it too. 😊

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ સમારોહનાં ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચન રેડકાર્પેટ પર સિંડ્રેલા લુકમાં નજર આવી. તેનો આ લુક જોઇ તેનો પતિ અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ તેના વખાણ કર્યા વીના રહી શક્યો નહી. અભિષેકે ઐશવર્યાની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યુ-“મને આ તસવીર ખુબ જ પસંદ છે અને હાં આ સુંદર તસવીરમાં જે લેડી છે તે પણ.”

કાન્સનાં ત્રીજા દિવસે સવારે ઐશ્વર્યાએ ગ્રીન કલરનું ગાઉન પહેર્યુ હતું. આ ફ્લોરલ ગાઉન નીચેથી ટ્રાન્સપરેન્ટ છે. L’Oréal Paris India એ ટ્વિટ કરીને ઐશ્વર્યાનો લુક રિલીઝ કર્યો છે. તમને જણાવી દઇએ કે, ઐશ્વર્યાની સાથે દીપિકા પાદુકોણે પણ Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2017માં ભાગ લીધો હતો અને સૌ કોઇનું દિલ જીતી લીધુ.