આરપાર દેખાય તેવો ગાઉન પહેરીને દીપિકા પહોંચી કાન્સ, કંગના પણ અદભૂત લાગી, Photos - Sandesh
NIFTY 10,634.40 -48.30  |  SENSEX 34,981.19 +-167.93  |  USD 67.9600 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આરપાર દેખાય તેવો ગાઉન પહેરીને દીપિકા પહોંચી કાન્સ, કંગના પણ અદભૂત લાગી, Photos

આરપાર દેખાય તેવો ગાઉન પહેરીને દીપિકા પહોંચી કાન્સ, કંગના પણ અદભૂત લાગી, Photos

 | 12:31 pm IST

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે અને દીપિકા પાદુકોણ, કંગના રનૌટ રેડ કાર્પેટ પર પહોંચી ચૂકી છે. ત્યારે બંનેએ પોતાના લૂકથી કાન્સમાં અદભૂત જલવો બતાવ્યો છે. ત્યારે બંને જ બહુ જ સુંદર લાગી રહી છે. કંગના રનૌટે આ વખતે કાન્સમાં ડેબ્યુ કર્યું છે. રેડ કાર્પેટ પર વોક કરવા માટે તેણે જુહૈર મુરાદનો ડિઝાઈનર લાઈટ ગ્રે કલરનો ટ્રાન્સપરન્ટ ગાઉન પસંદ કર્યો છે. તેણે પોતાના વાળને કર્લ કર્યા છે. તે કોઈ જ્વેલરી વગર ન્યૂડ મેકઅપમાં નજર આવી હતી.

બીજી તરફ, દીપિકા પાદુકોણ પણ રેડ કાર્પેટ પર નજર આવી છે. આ એક સંયોગ જ છે કે, દીપિકાએ પણ જુહૈર મુરાદનો ડિઝાઈન કરેલો વ્હાઈટ ગાઉન પહેર્યો હતો. દીપિકાએ પણ પોતાના વાળને કર્લ કર્યા હતા, અને પોતાના લૂકની સાથે સિલ્વર ઈયરિંગ્સ અને ન્યૂડ લિપ કલરની સાથે તેને મેચ કર્યું હતું.

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડના સિલેક્ટેડ સ્ટાર્સ પહોંચ્યા છે. આ ફેસ્ટિવલ 8 થી 18 મે સુધી ચાલશે. જેમાં સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, કંગના રનૌત, ઐશ્વર્યા રાય સહિત અનેક એક્ટ્રેસ સામેલ થશે. આજે કાન્સમાં મલ્લિકા શેરાવત અને હુમા કુરેશી પણ રેડ કાર્પેટ પર નજરે આવ્યા હતા. જોઈ લો, ચારેય એક્ટ્રેસિસના પિક્સ.