Canonએ ભારતમાં લોન્ચ કર્યો 4K વિડીયો રેકોર્ડિંગ સાથે EOS M50 કેમેરો, જાણો કિંમત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Canonએ ભારતમાં લોન્ચ કર્યો 4K વિડીયો રેકોર્ડિંગ સાથે EOS M50 કેમેરો, જાણો કિંમત

Canonએ ભારતમાં લોન્ચ કર્યો 4K વિડીયો રેકોર્ડિંગ સાથે EOS M50 કેમેરો, જાણો કિંમત

 | 10:22 am IST

Canon ઇન્ડિયાએ શુક્રવારના રોજ મીડ રેંજમાં મિરરલેસ અને 4K વિડીયો રેકોર્ડિંગ ફીચર સાથે EOS M50 લોન્ચ કર્યો છે. ખુબ સંશિપ્ત સાઈઝ અને 400 ગ્રામથી પણ ઓછા વજન વાળા EOS M50ની કિંમત 15-45 MM લેન્સ સાથે 61,995 રૂપિયા રાખવામાં આવી છે, જોકે મિરરલેસ કેમેરા માટે આ કિંમત વધારે ન કહેવાય

આ કેમેરામાં 24.1MP એપીએસ-સી સીએમઓએસ સેન્સર યુક્ત DIGIC 8 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. આ સેન્સરના કારણે અલ્ટ્રા HD વિડીયો રેકોર્ડ કરી શકાય છે. આ કેમેરામાં WIFI, NFC અને બ્લૂટૂથ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ કેમેરામાં ટચ એન્ડ ડ્રેગ ઓટો ફોકસ ફેસિલિટી પણ છે જે 10 ફ્રેમ પર સેકંડ મોશન પિક્ચર્સને પણ સરળતાથી કેપ્ચર કરી શકે છે.

EOS M50માં સાઈલેંટ મોડનું એક યુનિક ફીચર આપવામાં આવ્યો છે, જેની મદદથી શટર સાઉન્ડને બંધ કરી શકાય છે. કંપનીએ પ્રારંભિક, યુટ્યુબ અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને આ કેમેરો લોન્ચ કર્યો છે.