caol-scam-case-cbi-special-court-patiala-house-court-punishment
  • Home
  • Featured
  • કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત 3 અધિકારીઓને સજા

કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત 3 અધિકારીઓને સજા

 | 3:55 pm IST

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે કોલસા કૌભાંડના એક કેસમાં સજાની જાહેરાત કરી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ સીબીઆઈ જજ ભારત પરાશરે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરું રચવાના કેસમાં કોલસા મંત્રાલયના પૂર્વ સચિવ એચસી ગુપ્તા, પૂર્વ સંયુક્ત સચિવ કેએસ ક્રોફા અને પૂર્વ નિદેશક કેસી સમરિયાને 3 વર્ષની સજા સંભળાવી છે. તેના સિવાય કોર્ટે ત્રણેય પર 50 હજારનો દંડ ફટકાર્યો છે.

જ્યારે ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડના પ્રમોટર વિકાશ પટની અને તેના સહયોગી આનંદ મલિકને 4 વર્ષની સજા સંભળાવી છે. વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ કંપનીના પશ્ચિમ બંગાળ સ્થિત મોરિયા અને મધુજોડ (ઉત્તર અને દક્ષિણ)માં સ્થિત કોલસા ખાણાના નિયમોના વિપરીત જઇને વહેંચણી કરી હતી. આ મામલામાં સીબીઆઈએ સપ્ટેમ્બર 2012માં કેસ નોંધ્યો હતો. નિર્ણય સંભળાવ્યા બાદ તમામ પાંચ લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અગાઉ ગત સુનાવણી દરમિયાન સીબીઆઈએ તમામ દોષિતોને સૌથી વધુ સજા આપવાની અપીલ કરી હતી. ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરું રચવાના કેસમાં સૌથી વધુ સજા 7 વર્ષની છે.

સીબીઆઈએ કોર્ટને એવું પણ કહ્યું હતું કે, દોષિતોએ બનતા તમામ પ્રયાસ કર્યા હતા કે, સાક્ષીઓ કોર્ટ સુધી પહોંચી ન શકે. રાષ્ટ્ર હિતમાં જોઇએ તો 1 લાખ 86 હજાર કરોડના નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ પણ મામલાની તપાસ કરી હતી.

સીબીઆઈએ કોર્ટને એવું પણ કહ્યું હતું કે, કોલસા કૌભાંડની ગંભીરતાને તેનાથી આંકવામાં આવે છે કે સીબીઆઈએ તેમાં 55 એફઆઈઆર નોંધી હતી. તમામ દોષિતોને કોર્ટને બનતી તમામ સજાઓ આપવાની માંગ કરી હતી. દોષિતોએ કોર્ટને કહ્યું હતું કે, 1 લાખ 86 હજાર કરોડના નુકસાનનું અનુમાન ખોટું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન