આ શહેરમાં ફક્ત મહિનો ચાલે એટલું જ પાણી!, ફ્લશ માટે પણ પાબંદી ફરમાવાઈ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આ શહેરમાં ફક્ત મહિનો ચાલે એટલું જ પાણી!, ફ્લશ માટે પણ પાબંદી ફરમાવાઈ

આ શહેરમાં ફક્ત મહિનો ચાલે એટલું જ પાણી!, ફ્લશ માટે પણ પાબંદી ફરમાવાઈ

 | 11:06 pm IST

દક્ષિણ આફ્રિકાનાં કેપટાઉન શહેર પાણીનાં ભીષણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્રણ વર્ષ સુધી ચાલેલા દુકાળે શહેરની કમર તોડી નાખી છે, હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શહેરમાં 90 દિવસની અંદર પાણી પૂરું થઈ જશે. વધતી જતી વસતીને પગલે સ્થિતિ વણસી રહી છે. કેપટાઉનની વસતી 40 લાખ છે.

વિશેષજ્ઞોનું અનુમાન છે કે, 11 મે 2018ના દિવસે અહીં ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. અહીંના બંધોમાં ફક્ત 30 ટકા પાણી બચ્યું છે. 13.5 ટકા પાણી બચશે ત્યારે શહેરનો પાણીપુરવઠો બંધ કરી દેવાશે. ડેમ બંધ કરી દેવાયા બાદ દરેક કેપટાઉનવાસીને ફક્ત 25 લિટર પાણી જ અપાશે. એ માટે પોલીસના પહેરા હેઠળ 200 સ્થળોએ પાણીનું વિતરણ કરાશે. આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા અત્યારે કેપટાઉનના રહીશોને વિવિધ સૂચનો કયાંર્ છે જેનું પાલન કરવા કહેવાયું છે.

1 ફેબ્રુઆરીથી દરેક વ્યક્તિને દરરોજ 50 લિટર પાણીની વપરાશ કરવા છૂટ અપાઈ છે, એ ઉપરાંત શાવર માટે બે મિનિટનો જ સમય નક્કી કરાયો છે. કાર ધોવા મનાઈ ફરમાવી છે. ટોઇલેટના ફ્લશનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા કહેવાયું છે. એ ઉપરાંત બગીચા અને સ્વિમિંગ-પૂલમાં પાણી ન ભરવાની સલાહ અપાઈ છે. લોકોને કહેવાયું છે કે નહાવાનું પાણી રિસાઇકલ કરે અને વોશિંગમશીનનો ઉપયોગ ઓછો કરે.

આખા શહેરમાં નળ પરથી પાણી લેવા માટે લાંબી લાઇન જોવા મળે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સિંચાઈ બહુ ઓછી થઈ છે. ગંભીર થતાં પાણીનાં સંકટ સામે કામ પાર પાડવા અધિકારીઓ સમુદ્રનું પાણી ચોખ્ખું કરવા પ્રયાસ કરી રહ્યા છે. એ ઉપરાંત ગટરનાં પાણીને પણ રિસાઇક્લિંગ કરવા માટે ભાર મુકાઈ રહ્યો છે. જમીન નીચે સાત ઊંડા બોરિંગ કરીને ટેબલ માઉન્ટેનની નીચેથી પાણી કાઢવા પ્રયાસ કરાઈ રહ્યા છે. એ વિસ્તારમાં લગભગ 1,00,000 ક્યુબિક કિલોમીટર પાણી હોવાનું અનુમાન છે.

છેલ્લાં ત્રણ વર્ષથી નબળું ચોમાસું, અલ-નિનો કારણભૂત!
1977 બાદ કેપટાઉન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દર વર્ષે સરેરાશ 508 મિલિમીટર વરસાદ નોંધાય છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી અહીં 153 મિ.મી., 221 મિ.મી. અને 327 મિ.મી. વરસાદ પડયો છે. ત્રણ વર્ષમાં જેટલો વરસાદ પડયો છે, તે કુલ મળીને 1993માં પહેલા વરસાદ જેટલો થતો નથી. સતત ત્રણ વર્ષથી શિયાળામાં વરસાદ ઓછો પડયો હોય એવી આ પહેલી ઘટના છે. વિજ્ઞાનીઓ એ માટે અલ-નિનોને જવાબદાર ગણે છે.