Captain Amarinder Singh Gave Solid Reply To Pak Fawad Hussain
  • Home
  • Featured
  • પાક.નાં મંત્રીનો ભારતીય શીખ સૈનિકોને ભડકાવવાનો પ્રયાસ, પંજાબનાં CMએ ભણાવ્યો પાઠ

પાક.નાં મંત્રીનો ભારતીય શીખ સૈનિકોને ભડકાવવાનો પ્રયાસ, પંજાબનાં CMએ ભણાવ્યો પાઠ

 | 10:30 pm IST

પાકિસ્તાન સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈનની ભારતીય સૈનિકોને આપવામાં આવેલી હાથ-પગ વગરની સલાહ પર ટ્વિટર યૂઝરે જોરદાર હુમલો કર્યો છે. હવે પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ તેમને આડે હાથે લીધા છે અને અરીસો બતાવ્યો છે. ફવાદે ભારતીય સેનાનાં શીખ સૈનિકોને અપીલ કરી હતી કે તેઓ કાશ્મીરમાં ડ્યૂટીની ના કહી દે.

કેપ્ટન અમરિંદર સિંહે ફવાદને ટેગ કરતા લખ્યું કે, ‘ભારતનાં આંતરિક મુદ્દામાં દખલ કરવાનું બંધ કરો. હું સ્પષ્ટ કરી દઉં કે ભારતીય સેના એક અનુશાસિત અને રાષ્ટ્રવાદી ફૉર્સ છે. આ તમારી પાકિસ્તાની સેના જેવી નથી. તમારું ભડકાઊ નિવેદન કામ નહીં કરે અને ના ભારતીય સેનાનાં સૈનિકો આ વિભાજનકારી સલાહને ભાવ આપશે.’

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ને હટાવી દેવામાં આવતા પાકિસ્તાન ખરાબ રીતે રઘવાયું થયું છે. જ્યારે પાકિસ્તાનનો એકપણ દાવ ચાલ્યો નહીં, તો હવે તેણે ભારતીય સેનામાં ભાગલા પાડવાની અસફળ ખરાબ કોશિશ કરી છે. મંગળવારનાં ફવાદે ટ્વિટ કર્યું કે, ‘હું ભારતીય સેનામાં રહેલા પંજાબીઓને અપીલ કરું છું કે તેઓ કાશ્મીરમાં થઇ રહેલા જુલ્મનો ભાગ ના બને અને કાશ્મીરમાં ડ્યૂટીની ના કહી દે.’

આ વિડીયો પણ જુઓ: સુષ્મા સ્વરાજને PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન