Dhoni said to junior player if i look like a fool
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • જ્યારે કેપ્ટન કૂલ ધોનીએ જુનિયર ખેલાડીને કહ્યું, ‘શું તમને હું મૂર્ખ લાગું છું ?’

જ્યારે કેપ્ટન કૂલ ધોનીએ જુનિયર ખેલાડીને કહ્યું, ‘શું તમને હું મૂર્ખ લાગું છું ?’

 | 2:38 pm IST

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને “કેપ્ટન કૂલ” કહેવામાં આવે છે, પરંતુ તે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, ધોનીએ પોતાના જુનિયર ખેલાડીઓની મેદાનમાં કલાસ લગાડી દીધી હોય. ટીમ ઇન્ડિયાના બોલર કુલાદીપ યાદવે આ વાતનો ખુલાસો કર્યો હતો.

હકીકતમાં, ટીમ ઈન્ડિયાના સ્પિનરોમાં કુલદીપ યાદવ અને યજુન્દ્ર ચાહલ ખાસ રહેલા છે. બંને તાજેતરમાં ટેલિવિઝન શો ‘વૅાટ ધ ડક’ માં આવ્યા હતા. ત્યારે આ શોમાં કુલડીપ યાદવે એમએસ ધોની એક વાતનો ખુલાસો કર્યો હતો. ધોનીની વાત કરતા કુલદીપ યાદવે કહ્યું હતું ,એક વખત ધોની તેના પર ભડકી ગયો હતો. આ વાત ઇન્દોર શ્રીલંકા સામે રમાયેલી ટી 20 મેચની છે.

પરંતુ ધોનીની આ વાતને કુલદીપ યાદવે આલતુ ફાલતુ સમજીને કહ્યું કે, ના ના, રહેવા દો આ ફિલ્ડિંગ વધુ સારી છે. માહી આ વાત પર ગુસ્સે થયો અને તેણે કુલદીપને મેદાન પર જ ખરાબ રીતે ઝટકણી કાઢ્યો. ધોનીએ કુલદીપ યાદવને આંગળીનો ઇશારો કરીને બોલાવ્યો અને કહ્યું, ‘શું તમને લાગે છે કે 300 ક્રિકેટ મેચો રમનાર ખેલાડી મૂર્ખ લાગે છે?’ આ સાંભળીને, કુલદીપનો ચહેરો ઊતરી ગયો અને તેણે ચૂપચાપ ફિલ્ડિંગ પરિવતૅન લાવ્યો.

આગામી ઓવરમાં, ધોનીનો આ નિર્ણય સાચો સાબિત થયો. કુલદીપ યાદવની બોલ પર પોઇન્ટ પર ઊભેલા ફિલ્ડરે શ્રીલંકાના બેટ્સમેનનો કેચ પકડી લીધો. તે દિવસે કુલદીપ યાદવને પહેલી વાર ધોનીનો અનુભવ સમજ્યો.

જો કે આ પહેલી વાર ન હતું કે ધોનીએ મેદાનમાં ખેલાડીને ઠપકો આપ્યો ના હોય. આ પહેલાં અને તે પછી પણ ઘણી વખત આવું થયું હતું. આ વષૅ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન સેન્ચ્યુરિયનમાં રમાયેલી બીજા ટી-20 મેચમાં ધોનીએ મનીષ પાંડેને પણ ઝટકણી નાખ્યો હતો.