#INDvsAUS: Captain Kohli Said Dhoni's Power Lead India to Win The Match
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીના મગજમાં શું ચાલે છે એતો ધોની જ કહી શકે: વિરાટ કોહલી

ધોનીના મગજમાં શું ચાલે છે એતો ધોની જ કહી શકે: વિરાટ કોહલી

 | 1:55 pm IST

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં કોહલી અને ધોનનીના શાનદાર પ્રદર્શનને કારણે ભારત જીત હાસલ કરી શક્યું હતું. આ મેચમાં કોહલીની સદી અને ધોનીનો વિનીંગ શૉટને લોકો સોશ્યલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે. જ્યારે ક્રિકેટના ઇતિહાસમાં ઘણીવાર ધોનીએ વિનીંગ સિક્સર લગાવીને ભારતને ઐતિહાસીક જીત અપાવી છે.

જ્યારે એડિલેડમાં રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ધોનીએ અંતિમ ઓવરમાં વિનીંગ સિક્સર લગાવીને બાજી મારી હતી. શ્રેણીની પ્રથમ મેચમાં ધોનીનું પ્રદર્શન કઇ ખાસ સાબીત થયું નહોતું પરંતુ આ બીજી વન-ડેમાં અંત સુધી ટકી રહીને 54 બોલમાં 55 રન કરી ભારતને જીતના લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. કપ્તાન કોહલીએ આ મેચમાં 104 રન ફટકારી વન-ડે મેચમાં પોતાની 39મી સદી નોંધાવી છે.

જાણો કપ્તાન કોહલી, ધોની વિશે શું મત રાખે છે ?

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં ઑસ્ટ્ર્રેલિયા દ્વારા આપવામાં આવેલા 299 રનના લક્ષ્યાંકને પૂર્ણ કરી ભારતે 1-1થી ઑસ્ટ્રેલિયા સાથે બરાબરી કરી લીધી છે.

ધોની અને કોહલીએ મળીને ટીમને મેચમાં ટકાવી રાખી હતી. જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને સાત રનની જરૂર હતી ત્યારે ધોનીએ ઓવરના પ્રથમ બોલમાં જ સિક્કસર મારીને ભારતને જીતની દિશા તરફ વાળી લીધી હતી. ધોનીને લઇને કપ્તાન કોહલીએ નિવેદન આપતા કહ્યું હતું કે એડિલેડમાં રમાયેલી આ મેચમાં ધોનીની શાનદાર ઇનિંગ જોવાની તક મળી. તેમણે જણાવ્યું હતું કે 50 ઓવર સુધી વિકેટકીપિંગ કર્યા પછી પણ આ રીતે ગેમ રમવી સેહલું નથી. ધોની મેચને અંત સુધી લઇ ગયા અને મેચને ખતમ પણ કરી. માત્ર ધોની જ જાણ છે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે.

વધુમાં કપ્તાને જણાવ્યું હતું કે મેચ દરમિયાન તેઓ મેદાન પર એકદમ શાંત હતા અને મને પણ એકદમ શાંત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા કે જેથી હું કોઇ ખરાબ શૉટ ન રમું. જ્યારે ટીમમાં ધોનીની હાજરીને લઇને આલોચના કરી રહેલા લોકોને સીધો જવાબ આપતા કપ્તાને કહ્યું હતું કે એ વાતને લઇને કોઇ શંકાને સ્થાન જ નથી કે ટીમમાં કોહલીની હાજરીને લઇને સવાલ થવો જ ન જોઇએ.

આ સીવાય ભારતીય ટીમના બોલરોના પણ વખાણ કરતા કહ્યું હતું કે ટીમના બેસ્ટમેન સીવાય પણ ટીમના બોલરનોનું પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતું, કારણ કે તેમને ટીમ ઑસ્ટ્રેલિયા પર ખૂબજ દબાવ નાખ્યો હતો અને ખૂબજ ઓછા રન બનાવવા પર મજબુર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન