સુરેશ રૈનાની જગ્યાએ અક્શદીપ બન્યો યૂપી રણજી ટ્રોફીનો કેપ્ટન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સુરેશ રૈનાની જગ્યાએ અક્શદીપ બન્યો યૂપી રણજી ટ્રોફીનો કેપ્ટન

સુરેશ રૈનાની જગ્યાએ અક્શદીપ બન્યો યૂપી રણજી ટ્રોફીનો કેપ્ટન

 | 2:36 pm IST

લખનઉના ક્રિકેટર અક્શદીપ નાથને ઉત્તરપ્રદેશની રણજી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન સુરેશ રૈનાનું સ્થાન લેશે. જ્યારે ઉત્તરપ્રદેશની વન ડે ટીમની કેપ્નની રૈના જ કરતો રહેશે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ( યૂપીસીએ) અનુસાર 25 વર્ષિય અક્શદીપ નાથને રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ત્યાં જ વિજય હજારે ટ્રોફી (એક દિવસીય)ની કમાન સુરેશ રૈનાના હાથમાં જ રહેશે. આ સાથે જ ટીમના કોચ મંસૂર અલીને અને બોલિંગ કોચ પવિંદર સિંહને બનાવવામાં આવ્યા છે. સીનિયર ટીમના શિવિર કાનપૂરમાં 10 સપ્ટેમ્બરથી લાગશે.

મધ્યક્રમના બેટ્સમેન અક્શદીપે 13 પ્રથમ શ્રેણીની મેચોમાં 38.76ની સરેરાશથી 814 રન બનાવ્યા છે. તે કિંગ્સ ઇલેવન પંજાબ, ગુજરાત લાયન્સ તરફથી આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે.

અક્શદીપે વર્ષ 2005માં પ્રથમવાર બીસીસીઆઇની જૂનિયર ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી ભાગ લીધો હતો. તે વિજય હજારે,મુશ્તાક અલી ટી-20, રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફીમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન