Captain Shergill Created History As She Led Man's Battalion On Rajghat
  • Home
  • Featured
  • કેપ્ટન તાન્યા શેરગિલે રચ્યો ઇતિહાસ, રાજપથ પર સંભાળી પુરૂષ બટાલિયનની કમાન

કેપ્ટન તાન્યા શેરગિલે રચ્યો ઇતિહાસ, રાજપથ પર સંભાળી પુરૂષ બટાલિયનની કમાન

 | 8:40 pm IST

71માં ગણતંત્ર દિવસનાં અવસર પર દર વખતની માફક સેનાની ટુકડીઓએ પરેડમાં ભાગ લીધો, પરંતુ 26 વર્ષની એક મહિલા આર્મી ઑફિસરની ઉપસ્થિતિએ આ પરેડને પહેલાથી વધારે ખાસ બનાવી દીધી. ગણતંત્ર દિવસની આ પરેડમાં પોતાના પરિવારની ચોથી પેઢીની આર્મી ઑફિસર તાન્યા શેરગિલે ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર હવે તાન્યાની તસવીરો વાયરલ થઈ રહી છે.

કેપ્ટન શેરગિલને ચોથી પેઢીની ઑફિસર

તાન્યા પરેડમાં સેનાની ટુકડીની કમાન સંભાળનારી ભારતની પહેલી મહિલા ઑફિસર છે. આર્મીનાં કૉર્પ્સ ઑફ સિગ્નલ્સની કેપ્ટન તાન્યા શેરગિલ પંજાબનાં હોશિયારપુરથી છે અને સેનાની સિગ્નલ કોરમાં કેપ્ટન છે. કેપ્ટન શેરગિલને ચોથી પેઢીની ઑફિસર એ માટે કહેવામાં આવે છે કારણ કે તેમના પહેલા પરિવારનાં ત્રણ અન્ય સભ્ય સેનામાં રહીને દેશની સેવા કરી ચુક્યા છે. તાન્યાનાં પરદાદા, દાદા અને પિતા પણ આર્મીમાં હતા.

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકૉમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે

તાન્યાએ જણાવ્યું કે, તેમણે પહેલા ક્યારેય પણ આવા સમારંભમાં ભાગ નથી લીધો, પરંતુ બાળપણથી તેમની તમન્ના હતી કે એક દિવસ તેઓ પરેડમાં ભાગ લે. તાન્યાએ જણાવ્યું કે વર્દી પહેર્યા બાદ તેઓ ફક્ત ઑફિસર છે. આ તસવીર દરેકનાં માનસપટ પર રહેશે. સેનામાં મહિલાઓની આદર્શ હોવાને લઇને જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “એવી અનેક મહિલાઓ છે જે મારા કરતા પણ સારું કામ કરી રહી છે. હું ખુદ અનેક મહિલાઓને મારી પ્રેરણાસ્ત્રોત માનું છું.”

તાન્યાએ કહ્યું કે, “જો કોઈ નાની છોકરી મારાથી પ્રેરણા લે છે તો તેનાથી સારી વાત શું હોઈ શકે છે.” સેનામાં ભરતી થયા પહેલા તાન્યાએ નાગપુર યૂનિવર્સિટીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકૉમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે.

આ વિડીયો પણ જુઓ: રાજ્યમાં 71માં ગણતંત્ર દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન