Captain Virat Kohli posts picture with MS Dhoni on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • તો શું મહેંન્દ્ર સિંહ ધોની લઈ રહ્યો છે નિવૃત્તી? વિરાટ કોહલીએ આ રીતે આપ્યા સંકેત

તો શું મહેંન્દ્ર સિંહ ધોની લઈ રહ્યો છે નિવૃત્તી? વિરાટ કોહલીએ આ રીતે આપ્યા સંકેત

 | 3:12 pm IST

ફિટનેસ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક પ્રમુખ વિષય છે. તાજેતરમાં એવી માહિતી મળી છે કે યો-યો ટેસ્ટમાં સ્કોરને 16.1થી વધારીને 17 સુધી કરવામાં આવી શકે છે. ત્યારે હવે કેપ્ટન વિરાટ કોહલીએ આ સંબંધમાં એક પોસ્ટ કરી છે.

વિરાટ કોહલી એક એવા મેચની તસવીરો પોસ્ટ કરી છે. જે ફિટનેસ માટે યોગ્ય ઉદાહરણ છે. કોહલીએ આ પોસ્ટમાં જે તસવીર શેર કરી છે તેમાં તેની સાથે ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પણ નજરે આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે તેના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટી20 2016ની મેચનો ફોટો છે.

કોહલીએ આ તસવીર સાથે તે સમયના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટેગ કરી લખ્યું કે,‘આ એક મેચ છે જેને હું ક્યારે ભૂલી શકતો નથી. એક વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.’ તસવીરેમાં મેચ સમાપ્ત થયા બાદ કોહલી ઘૂંટણીએ બેસીને જીતનો જશ્ન મનાવી રહ્યો છે અને ધોની તેની તરફ આગળ વધી રહ્યો છે. આપને જણાવી દઈએ કે 27 માર્ચ 2016ના રોજ પીસીએ સ્ટેડિયમ, મોહાલી ખાતે રમાયેલ આ મેચને ભારતે છ વિકેટથી જીતી હતી. જેમાં કોહલીએ 51 બોલમાં 82 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જ્યારે ધોનીએ 10 બોલમાં 18 રન બનાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના જગતપુર વિસ્તારમાં ખાડામાં શોધવો પડે રોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન