#INDvsAUS: Captain Virat Kohli's Message to India's Youth Cricketers
  • Home
  • Sports
  • Cricket
  • દેશના યુવા ખેલાડીઓ માટે વિરાટનો ‘વિરાટ’ સંદેશ

દેશના યુવા ખેલાડીઓ માટે વિરાટનો ‘વિરાટ’ સંદેશ

 | 7:00 pm IST

ક્રિકેટની દુનિયામાં એકપછી એક નવા રેકૉર્ડ પોતાના નામે કરી રહેલા ભારતીય ટીમના કપ્તાનને દેશના યુવા ખેલાડીઓને એક સંદેશ આપ્યો છે. તેમનું કહેવું છે યુવા ક્રિકેટરોએ માત્ર ક્રિકેટના ટૂંકા ફોર્મેટ પર જ ધ્યાન ન આપવું જોઇએ, પરંતુ ટેસ્ટ જેવા લાંબા ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન આપી શકો તેવું વિઝન રાખવું જોઇએ. કોહલી ટેસ્ટ મેચમાં 25 સદી લગાવીને ટેસ્ટ મેચના નંબર એક બેસ્ટમેન બની ગયા છે.

જ્યારે કોહલીનું માનવું છે કે આપણે લોકો નાના ફોર્મેટમાં સારું પરિણામ નથી આપી શકતા અને એટલા માટે જ ખેલાડીઓને માનસિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એટલા માટે બને ત્યાં સુધી ટેસ્ટ મેચ જેવા લાંબા ફોર્મેટ માટે પોતાની જાતને તૈયાર કરવું જરૂરી છે અને આમ કરવાથી તમને વ્યક્તિગત રીતે પણ, સાથે-સાથે ટીમને પણ ફાયદો થશે.

વધુમાં ભારતીય ટીમના હાલના ખેલાડીઓને લઇને પણ કોહલીનું માનવું છે કે હાલ ટીમમાં ઉપસ્થિત રહેલા ખેલાડીઓ આવનારી યુવા પેઢી માટે એક ઉદાહરણ આપવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.

ભારતની ટેસ્ટ ટીમને લઇને શું છે ટીમ ઇન્ડિયાનું વિઝન ?

જ્યારે ટેસ્ટ ફોર્મેટને લઇને ભારતીય ટીમ કંઇક અલગ અને ખૂબજ સારું વિચારી રહી છે, તેવું ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીના નિેવેદન પરથી જાણી શકાય છે. વિરાટનું કહેવું છે કે હું એમ નહીં કહું કે અમારું લક્ષ્ય છે, પરંતુ અમારો દ્રષ્ટિકોણ છે કે અમે ભારતની ટીમને ટેસ્ટ ક્રિકેટમની મહાશક્તિ તરીકે જોવા માગીએ છીએ. કોહલીનું માનવું છે કે ભારતના લોકો ટેસ્ટ ક્રિકેટનું સનમાન કરે છે, તેવી જ રીતે ભારતીય ક્રિકેટર પણ ટેસ્ટ ક્રિકેટનું સનમાન કરે જ છે. તો એવામાં આપણી ટેસ્ટ ક્રિકેટ ટીમ શિખર પર રહેશે કારણકે ભારતના પ્રશંસક આખી દુનિયામાં છે.

પોતાનું કામ આસાન કરવા માટે તેમણે કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે 2014 પછી તેમણે હંમેશાં મને ઇમાનદારીથી ફીડબેક આપ્યો છે કે હવે ટીમમાં સુધારની જરૂર છે, ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા એ વાતને લઇને કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે રવિ શાસ્ત્રી દરેક વાતમાં કોહલીની હામાં હા રાખે છે.