અમદાવાદ : ભાડજ સર્કલ નજીક કાર અકસ્માતમાં 3 બળીને ભડથું, બે ગંભીર - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ : ભાડજ સર્કલ નજીક કાર અકસ્માતમાં 3 બળીને ભડથું, બે ગંભીર

અમદાવાદ : ભાડજ સર્કલ નજીક કાર અકસ્માતમાં 3 બળીને ભડથું, બે ગંભીર

 | 8:49 am IST

અમદાવાદના ઓગણજ-ભાડજ રિંગ રોડ પર થયેલા અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસોપિટલમાં ખસેડાયાં હતાં.

મળતી માહિતી અનુંસાર આજે વહેલી સવારે અમદવાદના ઓગણજ-ભાડજ રિંગરોડ પર ભાડજ સર્કલ નજીક ફોક્સવેગન કારનો અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. જેથી કારમાં સવાર પાંચ લોકો ફસાઈ ગયાં હતાં. કારમાં આગ લાગતા 3 યુવકો બળીને ભડથું થઈ ગયાં હતાં. ત્રણેય મૃતકો અમદાવાદના રહેવાસી હોવા હોવાનું કહેવાય છે. જ્યારે બાકીના બે યુવકો જેમતેમ કરીને કારમાંથી બહાર આવવામાં સફળ રહ્યાં હતાં. જો કે તે બંને યુવકો પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

મૃતકોના નામ રરાહુલ બારડ, રોયલ પટવા, ધૈર્ય પટેલ છે. જ્યારે મોહનસિંહ અને પાર્થ નામનાં બે યુવકો ગંભીર રીતે દાઝી ગયાં છે. ગંભીર રીતે દાઝી ગયેલા મોહનસિંહ અને પાર્થ ને સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે સોલા સિવિલમાં મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો ભોગ બનનારા રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના સંબંધી હોવાનું કહેવાય છે. મહેસૂલમંત્રી કૌશિક પટેલ સોલા સિવિલ પહોંચ્યા હતાં.