સુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • સુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત

સુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત

 | 6:58 pm IST

વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર નડિયાદના ચકલાસી નજીક ગતરોજ મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. આ મામલે ચકલાસી પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટ્રકની પાછળ કાર અથડાતા સર્જાયો અકસ્માત
વડોદરા – અમદાવાદ એક્સપ્રેસવે ઉપર ચકલાસી પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ ગાડી નં. જીજે૦૫ આર.એ. ૫૭૧૭ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે હંકારી આગળ જતી ટ્રકની પાછળ પોતાની ગાડી અથડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં ગાડીના ચાલક અમરતભાઈ હીરાલાલ ગેહલોત (ઉં.વ.૪૦) રહે.સુરતનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે ગાડીમાં બેસેલ અન્ય પાંચ જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલાયા
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અને અમરતભાઈના મૃતદેહને પી.એમ. માટે મોકલી અપાયો હતો. આ મામલે ચકલાસી પોલીસે પોખરાજ હીરાલાલ નગાજી (ગેહલોત) (રહે.સુરત)ની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.