બૂલેટ જેવી સ્પીડે ધસી આવી કાર, ગીર સોમનાથમાં રફતારનો કહેર મચાવતો Video - Sandesh
  • Home
  • Videos
  • બૂલેટ જેવી સ્પીડે ધસી આવી કાર, ગીર સોમનાથમાં રફતારનો કહેર મચાવતો Video

બૂલેટ જેવી સ્પીડે ધસી આવી કાર, ગીર સોમનાથમાં રફતારનો કહેર મચાવતો Video

 | 12:21 pm IST

ગુજરાતમાં રોજેરોજ દિલ ધડકાવી દે તેવા અકસ્માત થતા હોય છે, અને આવા અકસ્માતોના વીડિયો પણ સામે આવતા હોય છે. જેમાં ભૂલોને અને બેદરકારીને કારણે કેવા અકસ્માત સર્જાય છે, તે માલૂમ પડે છે. ત્યારે ગીર સોમનાથમાં રફતારનો કહેર મચાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં પૂર ઝડપે જતી કાર રસ્તા પર પલટી ગઈ હતી. વેરાવળ-સોમનાથ હાઈવે પર આ ઘટના બની હતી. જેમાં એક હોટલ પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. પરંતુ એક્સિડન્ટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.