Car Bursts into Flames in Parking Place of Shanghai, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પાર્કિંગમાં ઉભી કાર અચાનક ભડકે બળી, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

પાર્કિંગમાં ઉભી કાર અચાનક ભડકે બળી, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

 | 5:45 pm IST

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક વિસ્ફોટ થાય છે. આ વીડિયો ચીનનો માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાર્કિંગમાં કેટલીક કારો પાર્ક છે. જ્યારે ત્યાં પાર્ક કરેલ એક સફેદ કારમાં અચાનક ધૂમાડો નીકળવા લાગે છે અને થોડા સમય બાદ તેમા જોરદાર બ્લાસ્ટ થતા આગ લાગે છે.

જોકે આ વીડિયો સાચો છે કે ખોટો તેની હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ એવુ માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ચીનના શહેર શંઘાઇના એક બિલ્ડિંગના પાર્કિંગનો છે. આ વીડિયોને ચીનના એક સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ કારમાં આગ લાગવાનું કારણ હાલ પણ સામે આવ્યું નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન