Car driver in Morbi fined for not wearing a helmet
  • Home
  • Featured
  • છેને અંધેર તંત્ર! આ વિચિત્ર દંડનો બનાવ હાલ મોરબી શહેરમાં બન્યો ‘ટોક ઓફ ટાઉન’

છેને અંધેર તંત્ર! આ વિચિત્ર દંડનો બનાવ હાલ મોરબી શહેરમાં બન્યો ‘ટોક ઓફ ટાઉન’

 | 8:25 am IST

૧૫ ઓક્ટોબર સુધી આકરા દંડની અમલવારી મોકૂફ રખાઈ છે ત્યારે… નવા ટ્રાફ્કિના નિયમની અમલવારી દરમિયાન ટ્રાફ્કિ પોલીસે ભગો કર્યો

મોરબીઃ મોરબીમાં ટ્રાફ્કિમાં કાયદાની અમલવારીમા ટ્રાફ્કિ પોલીસના મહાભગા સમાન એક ભયંકર છબરડો બહાર આવ્યો છે.ટ્રાફ્કિ પોલીસે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફ્ટકારીને હદ કરી દીધી છે.અંધેર તંત્રનો આ નમૂનો હાસ્યસ્પદ હોવાની સાથે આઘાતજનક પણ છે.

સરકારના આદેશ પ્રમાણે તા.૧૫ ઓક્ટોબર સુધી ટ્રાફ્કિના આકરા દંડની જોગવાઈની અમલવારી મોકૂફ્ રાખવામાં આવી છે. એ પહેલાં તંત્રએ એક ભયંકર ગોટાળો કર્યો છે.જેમાં જુના ટ્રાફ્કિના નિયમોની જેમ ભૂલ દોહરાવીને આ નવા ટ્રાફ્કિના કાયદામાં મહાભગો કરીને ટ્રાફ્કિ પોલીસે હદ કરી નાખી છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટી રોડ પરના સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મયંકભાઈ હરજીવનભાઈ દલસાણીયા કાર ચલાવતા હોવા છતાં હેલ્મેટ ન પહેરવાનો દંડ ફ્ટકાર્યો છે.

મોરબી એ ડિવિઝનની ટ્રાફ્કિ પોલીસે આ કાર ચાલકને જે ઇ ચલણ મોકલ્યું છે. તેના ફેટામાં હકીકતમા કારની બાજુમાં હેલ્મેટ વગર એક બાઈકચાલક જોવા મળે છે. ત્યારે પોલીસે આ બાઈકને મેમો આપવાના બદલે કારના માલિકને હેલ્મેટનો મેમો આપી દીધો છે. આ વિચિત્ર દંડનો બનાવ હાલ મોરબી શહેરમાં ટોક ઓફ્ ટાઉન બન્યો છે.
આ પણ જુઓ વીડિયો: ડેન્ગ્યૂ અને મલેરિયાના નાથવા મ્યુનિ.એ અભિયાન હાથ ધર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન