Car in UP STF motorcade bringing Vikas Dubey to Kanpur meets with accident
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ સૌથી મોટા સમાચાર, પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર

ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ સૌથી મોટા સમાચાર, પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર

 | 7:41 am IST

કાનપુર શુટઆઉટનો આરોપી વિકાસ દુબે એનકાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. વિકાસ દુબેને રસ્તાથી કાનપુર લાવામાં આવી રહ્યો હતો. જે વાહનથી વિકાસ દુબેને પોલીસ લાવી રહી હતી તે કાર રસ્તામાં પલટી ગઇ હતી. મોકો જોઇને વિકાસ દુબે ભાગવાની કોશિષ કરવા લાગ્યો ત્યારબાદ પોલીસ અને તેની વચ્ચે અથડામણ થઇ.

પોલીસના મતે ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબેને ઠાર કરી દેવાયો. હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહેલા એસટીએફના કાફલાની એક ગાડી પલટી ગઇ હતી. આ દરમ્યાન વિકાસ દુબે એ એસટીએફના એક અધિકારીની પિસ્ટોલ છીનવી ભાગવાની કોશિષ કરી હતી.

અથડામણ બાદ વિકાસ દુબેના મૃતદેહને કાનપુરની હેલટ હોસ્પિટલમાં લાવામાં આવ્યો છે. સૂત્રોના મતે વિકાસ દુબે એ પોલીસના હથિયાર લઇને ભાગવાની કોશિષ કરી હતી.

આપને જણાવી દઇએ કે વિકાસ દુબેને ગુરૂવારના રોજ ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પકડી પડાયો હતો. ત્યારબાદ રસ્તાથી પોલીસ તેને કાનપુર લાવી રહી હતી.

આ વીડિયો પણ જુઓ : ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન